એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી જુનાગઢમાં તપાસનો દોર શરૂ
જુનાગઢના યુવાધન ને નશાની આગમાં ધકેલનાર મેફેડ્રોન ડ્રગ્સના મુખ્ય આરોપી સત્યેન્દ્ર જાટને જોધપુર રાજસ્થાનથી દબોયી લેતી જૂનાગઢ એલ.સી.બી અને એસ.ઓ.જી
જુનાગઢ કસ્તુરબા સોસાયટી માથી થોડા દિવસ પહેલા મેફેડ્રોન ડ્રગ્સ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ જૂનાગઢ ના હરેશ ભુપતભાઇ વદરની પુછપરછ કરતા મુખ્ય મેફેડ્રોન ડ્રગ્સનો સપ્લાયર સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટનું નામ ખૂલ્યું.અને હરેશ વદર રાજસ્થાન ના સત્યેન્દ્ર જાટ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લયાવતો હોવાનું સામે આવ્યું હતું.યુવાધનને નશાની લત લગાડનાર આરોપી જુનાગઢ પોલીસના સકંજામાં આવતા જૂનાગઢ પોલીસ ને મોટી સફળતા મળી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ પી.આઈ એચ.આઇ.ભાટી ની સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો આ મુખ્ય આરોપી પકડવા સતત પ્રયત્નશીલ હતા.અને ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પીએસઆઈ ડી.જી.બડવા તથા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા અગાઉ પકડેલ જૂનાગઢના આરોપી હરેશ વદર પાસેથી ૨૩૩.૭૮ ગ્રામ કિ.રૂ .૨૩,૩૭,૮૦૦ તથા રોકડા રૂ .૪૯.૮૦૦ / – તથા કુલ કિ.રૂ. ૨૮,૫૭,૬૦૦ નો મુદામાલ પકડી પાડ્યો હતો.
આરોપી હરેશે કબુલ્યા મુજબ મેફેડ્રોન ડ્રગનો જથ્થો સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ રહે . હાલ સુરત નારનોલ , રાજસ્થાન વાળા પાસેથી લઇ આવેલ હોવાનુ જણાવતા .ક્રાઇમ બ્રાન્ચના પોલીસ પીઆઈ એચ.આઇ.ભાટી તથા પીએસઆઈ ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા ,પો,હેડ કોન્સ . જયદિપ કનેરીયા,સાહિલ સમા , ભરત સોલંકી તથા એસ.ઓ.જી.શાખાના પો.હેડ કોન્સ . મહેન્દ્ર ડેરને બાતમી મળેલ કે ,મેફેડ્રોન ડ્રગ્સનો મુખ્ય આરોપી સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ જોધપુર , રાજસ્થાન ખાતે છુપાયેલ છે . જે હકિકત આધારે તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન ખાતે રવાના થઈ જોધપુર રેલ્વે સ્ટેશન પાસેથી રાઉન્ડ અપ કરી ક્રાઇમ બ્રાન્ચ , જૂનાગઢ ખાતે લાવી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરી હતી.આરોપી સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટ દોઢ વર્ષ સુધી જુનાગઢમાં રહી માહી ડેરી માં નોકરી પણ કરેલ અને જૂનાગઢ માં રહી ઘણા મિત્રો પણ બનાવેલ જેને આધારે જૂનાગઢ એસ. ઓ.જી દ્વારા ઘણા વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી છે.ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એય.આઇ.ભાટી તથા એસ.ઓ.જી પી.આઈ એ.એમ.ગોહિલ, ક્રાઇમ પીએસઆઈ ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિ.એન.બડવા , વિક્રમભાઇ ચાવડા , તથા પો . હેડ કોન્સ . યશપાલસિંહ જાડેજા , જયદિપભાઇ કનેરીયા તથા પો કોન્સ , સાહિલભાઇ સમા , ભરતભાઇ સોલંકી તથા એસ.ઓ.જી.શાખાના મહેન્દ્રભાઇ ડેર તથા .પો.કોન્સ . વરજાંગભાઇ બોરીચા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ આ બાબતે આગળની તપાસ જૂનાગઢ એસ.ઓ.જી એ.એમ.ગોહિલ ચલાવી રહ્યા છે..