Samay Sandesh News
લાઈફ કેર

કેરળમાં કોરોના કેસોનો રાફડો ફાટતા લગાવી દેવાયું બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન, કેન્દ્ર સરકારે શું આપી સૂચના?

[ad_1]

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. ત્યારે ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલાથી સમાચાર સાપ્યા છે કે, તાજેતરમાં થયેલી સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ અંગે કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને કોરોનાની ગાઇડલાનનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી છે.

એએનઆઇએ કરેલા દાવા પ્રમાણે, તાજેતરમાં કેરળમાં જોવા મળેલ “સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ” પર કેન્દ્રીય આરોગ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે કેરળ સરકારને પત્ર લખ્યો છે.  આરોગ્ય સચિવે ઉલ્લેખ કર્યો છે કે COVID માર્ગદર્શિકાઓને યોગ્ય રીતે અનુસરવાની જરૂર છે. સામૂહિક/સામાજિક મેળાવડા માર્ગદર્શિકાઓનું પાલન કડક રીતે અમલમાં મૂકવું જરૂરી છે, તેમ એએનઆઇને સૂત્રો દ્વારા જણાવાયું છે. 

નોંધનીય છે કે, રાજ્યમાં સતત બીજા દિવસે 20,000થી વધારે કોરોનાના નવા કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું. 

કેરળમાં બકરી ઇદની ઉજવણી પછી કોરોના કેસમાં એકદમ ઉછાવ્યો આવ્યો છે. દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે કેરળમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ કોરોનાની તીજી લહેરના ભણકારા તો નથી ને. દેશમાં આવી રહેલા કેસોમાંથી 50 ટકા કેરળના છે. બુધવારે સતત બીજા દિવસે કોરોનાના 22 હજાર કેસ કેરળમાં નોંધાયા છે. 

કેરળમાં બુધવારે કોરોનાના 22,056 નવા કેસ નોંધાયા હતા. આ સાથો કોરોનાના કુલ કેસોની સંખ્યા 33,27,301 થઈ ગયા છે. જ્યારે 131 લોકોના મોત સાથે કોરોનાથી કુલ 16,457 લોકોના મોત થયા છે. મંગળવારે  22,129 કોરોનાના કેસ નોંધાયા હતા. તેના આગલા દિવસે 17,761  કેસ નોંધાયા હતા. 

[ad_2]

Source link

Related posts

કેરળ:કોરોનાના કેસ વધતાં શનિવાર અને રવિવારના રોજ લોકડાઉન, સતત બીજા દિવસે 22 હજારથી વધુના કેસ

cradmin

વિશ્વભરમાં વ્હોટ્સએપ, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ફરીથી રાબેતા મુજબ શરુ

samaysandeshnews

Explained: જાણો દુનિયાના કયાં દેશોએ ભારતીયોની ટ્રાવેલ પર પ્રતિબંધની સમય મર્યાદા વધારી, શું છે કારણ

cradmin

Leave a Comment

error: Content is protected !!