ગુજરાત રાજ્યના સરકાર દ્વારા રાજ્યપાલના હસ્તે બેસ્ટ શિક્ષક નો એવોર્ડ મેળવનાર બલદેવ પરી શ્રેષ્ઠ શિક્ષક ઊત્તમ ઉદાહરણ
જૂનાગઢના કાથરોટા ગામની શાળામાં ગણિત , વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા બલદેવપરીએ લોકડાઉનના સમયમાં ઓનલાઇન અભ્યાસ માટે અભ્યાસલક્ષી ૭૦૦ થી વધુ વિડિયો અપલોડ કરતા ગુજરાતના સૌથી વધુ માનવ કલાક આપનાર વ્યક્તિ તરીકે ગુગલ દ્વારા શિક્ષકની પસંદગી કરવામાં આવી છે . ગુગલે આ શિક્ષકની શોધ કરી તેમની સાથે વાત કરી માહિતી મેળવી હતી . શિક્ષકએ જણાવ્યું કે , લોકડાઉનના સમયમાં શળાઓ બંધ હતી . પરંતુ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે લોકડાઉનમાં સમયમાં ઘરે જ ૭ લાખના ખર્ચે ડિઝીટલ એજ્યુકેશન સ્ટુડિયો બનાવ્યો હતો અને ધોરણ ૬ થી ૧૦ ના ઓનલાઇન વિડીયો અપલોડ કરી ક્લાસ શરૂ કર્યા હતા . દિવસના ૧૫ થી ૧૮ કલાક કામ કરી ફ્રિ માં ૪૦૦ થી વધુ લાઇવ ક્લાસ કર્યા હતા . ઓનલાઇન અભ્યાસલક્ષી કામગીરીમાં રેકોર્ડિંગ , એડિટીંગ કરવુ તેમજ પીપીટી બનાવવી સહિતની કામગીરીમાં પત્ની , પુત્રી અને પુત્રનો સહયોગ મળ્યો હતો . લોકડાઉનના સમયમાં ૭૦૦ થી વધુ અભ્યાસલક્ષી વિડિયો બનાવ્યા હતા . આથી ગુગલે ડેટા એનાલીસીસથી જાણમાં આવેલ કે બલદેવપરીએ સતત નિયમિતપણે ૨૦૨૦ દરમિયાન ખુબ જ મોટુ કન્ટેઇન અપલોડ કરેલ છે . બાદમાં ગુગલે તેમની શોધ કરી તેમની સાથે વાતચીત કરી કામગીરી અંગે તમામ માહિતી મેળવી હતી અને ગુજરાતના સૌથી વધુ માનવ કલાક આપનાર વ્યક્તિ તરીકે પસંદગી કરી છે