ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ ના નેજા હેઠળ ગુજરાત મહીલા આર્થિક નિગમ દ્વારા જામનગર ના પ્રદેશન ગ્રાઉન્ડ ખાતે નિગમ અધિકારીઓ સાથે જામનગર ના સમાજીક મહીલા અગ્રણીઓ ની ઉપસ્થિત માં મહીલા શક્તિ મેલા નો પ્રારંભ કરવામાં આવ્યુ હતુ ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાઓ દ્વારા પ્રસંગીક પ્રવચંનો કરવામાં આવેલ અને ઉપસ્થિત બેહેનો ને સરકાર તરફથી વિવિધ યોજના નો લાભ કેમ મળે તે અંગે પણ માર્ગદર્શન આપવા આવ્યુ હતુ .
ત્યારે આ મહિલા શક્તિ મેળા શેહેર ની વિવિધ બેહેનો પોતાના સ્ટોલ રાખવામાં આવેલ હતા અને જામનગર પિંક ફાઉન્ડેશન ના પ્રમુખ શેતલબેન શેઠ ના માર્ગદર્શન હેઠળ પિંક ફાઉન્ડેશન ની બેહેનો દ્વારા આશરે 30 થી 40 સ્ટોલ રાખવામાં આવેલ હતા ત્યારે સમગ્ર મહિલા શક્તિ મેળાનો સંપૂર્ણ આયોજન ગુજરાત મહીલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.