Home » શહેર » રાજકોટ » ગુમ થયેલા બે કિશોરોને શોધી કાઢી તેના વાલીઓને સોંપતી જેતપુર સીટી પોલીસ

ગુમ થયેલા બે કિશોરોને શોધી કાઢી તેના વાલીઓને સોંપતી જેતપુર સીટી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ગુમ થનાર બાળકોને શોધી કાઢવા સુચના આપેલ.આજ રોજ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કોન્સ. અજયભાઈ રાઠોડને હકીકત મળેલ કે બે કિશોરો (ઉ.વ.આશરે-12) જેતપુર, બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આંટાફેરા કરે છે અને અહીં ટેકક્ષી સ્ટેન્ડ પાસે ઉભા છે જેથી પોલીસ ઈન્સ્પેકટર, જે.બી.કરમુરે આ બનાવને ગંભીરતા લઈ પોલીસ સ્ટાફને મોકલી તપાસ કરાવતાં બંન્ને કિશોરો સુન્ની મુસ્લીમ યતીમખાના, કરણપરા, રાજકોટ ખાતેથી ભણવા મોકલેલ હોઈ, ત્યાંથી ભાગીને આવતા રહેલ છે.જેવી હકીકત જણાવતા, બંન્ને કિશોરોના વાલી સંપર્ક કરી, બંન્ને કિશોરોના વાલીઓને પોલીસ સ્ટેશન બોલાવી બંન્ને કિશોરોને તેના વાલીઓને સોંપી આપેલ છે. અને બંન્ને ઘરેથી કોઈને કહ્યા વગર અહીં આવેલ હતાં.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ