લોકોની અપેક્ષાઓ પર ખરું ઉતરવું એ અમારી પ્રાથમિકતા – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
જામનગર તા.૧૧ ઓક્ટોબર, જામનગર જિલ્લા તથા શહેરી વિસ્તારના વિવિધ વિસ્તારોના લોકો દ્વારા શ્રી રાઘવજીભાઈ પટેલને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન મળતાં અભિવાદન તથા સન્માન સમારોહના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે ગઇકાલે ગોરધનપર ખાતેના ગ્રીન વિલા, શહેરના યોગેશ્વર ધામ તથા લાખાબાવળ ખાતેના મણીભદ્ર વિલા ખાતે વિસ્તારના રહીશો દ્વારા મંત્રીશ્રીનું અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોકોએ મંત્રીશ્રીને પૂષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને મંત્રીશ્રી સાથે સંવાદ સાધ્યો હતો.
આ તકે મંત્રીશ્રીએ સન્માન બદલ લોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકો વચ્ચે જઈ તેમના સુખ જાણી તેમના પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવાની સરકારની નેમ છે. જેથી અમારા મત વિસ્તારના દરેક ગામના પ્રશ્નો, તકલીફો વિશે સતત અમે જાગૃત રહીએ છીએ. લોકોની અપેક્ષાઓ પર ખરું ઉતરવું એ અમારી પ્રાથમિકતા છે. વધુમાં અમોને કેબિનેટમાં સ્થાન મળતાં તેનો સીધો લાભ વિસ્તારના લોકોને થશે. આ તકે લોકોના વહીવટી,સામાજિક કે વ્યક્તિગત પ્રશ્નો અંગે પુરતું ધ્યાન આપી તેનું નિરાકરણ લાવવાની મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
આ પ્રસંગે સહકારી બેંકના અધ્યક્ષશ્રી પી.એસ.જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી પ્રવિણસિંહ ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મુકુન્દભાઇ સભાયા,કોર્પોરેટરશ્રી જશુબા ઝાલા, ભાજપ મંત્રીશ્રી કુમારપાલસિંહ રાણા, મહામંત્રી શ્રી મેહન્દ્રસિંહ જાડેજા, મહામંત્રીશ્રી પ્રકાશભાઈ બાંભણીયા, સરપંચ શ્રી ઈસ્માઈલભાઈ ખીરા, શ્રી દિનેશભાઈ બામ્ભવા, તાલુકા પંચાયત સભ્યશ્રી મહમદભાઈ, શ્રી પ્રેમજીભાઈ થાનકી, શ્રી જયપાલસિંહ ગોહીલ, રમણીકભાઈ શાહ, રામદેભાઈ કંડોરીયા સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.