જામનગર શહેર મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર રાજાશાહી સમયથી છે. આ મંદિર પ્રાચીનત્તમ અને પૌરાણિક છે,આ મંદિર કાશી જેવું હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે.
જામનગરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે શ્રાવણમાસમાં ભક્તોની વહેલી સવારેથી જ ભીડ એકઠી થઈ જાય છે,શ્રધ્ધાળુ ભક્તો ભગવાન ભોળાનાથને રિજવવા અનેક પ્રયત્ન કરતા હોય છે,જેમાં વિવિધ મંત્રૌચ્ચાર સાથે વિવિધ અભિષેક ભગવાન ભોળાનાથને કરવામાં આવે છે,