રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાતના 8 મહાનગરોમાં જન્માષ્ટમીએ એક દિવસ પૂરતો રાત્રિ કર્ફયૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે. મંદિર પરિસરમાં એક સમયે એકસાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે, જ્યારે ગણેશોત્સવ માટે 9થી 19 સપ્ટેમ્બર દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 12 વાગ્યાથી અમલી બનશે.