જામનગર તા.૩૦ સપ્ટેમ્બર, જામનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આઈ.સી.ડી.એસ.ની ડીસ્ટ્રિક્ટ લેવલ મોનીટરીંગ અને રીવ્યુ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આઈ.સી.ડી.એસ. દ્વારા કરવામાં આવતી કામગીરી જેમકે, આંગણવાડીમાં નોંધાયેલા બાળકોનું વજન, તેમને આપવામાં આવતી ટેક હોમ રાશન કીટ, કુપોષિત બાળકો તથા સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ અને સારવાર, આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કારોબારી અધિકારીશ્રી, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓફિસર, જિલ્લા આયુર્વેદ અધિકારી, કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન, આયોજન અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરો, બાળ વિકાસ યોજના અધિકારીઓ તથા મુખ્ય સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.