જુનાગઢ જિલ્લાભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિન દયાલ ભવન” ખાતે આગામી યોજાનાર સક્રિય સભ્ય સંમેલન અંતર્ગત બેઠક મળી..જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક બેઠકમાં જિલ્લા હોદ્દેદારો મંડળ પ્રમુખો અને આઇટી સેલના કન્વીનરો રહ્યા હાજર.
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા કાર્યાલય પંડિત દિન દયાલ ભવન ખાતે આગામી પાંચમી એપ્રિલના રોજ યોજાનાર સક્રિયસભ્ય સંમેલન ના આયોજન અંતર્ગત બેઠક યોજાઇ હતી, બેઠકનો પ્રારંભ સમૂહ વંદેમાતરમ ગાન સાથે જિલ્લા કાર્યાલય મંત્રી ભરત ભાઈ ચારિયા એ કરાવ્યો હતો. આ બેઠકમાં આગામી પાંચ એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય સંમેલન ખોખરડા ફાટક પાસે આવેલી સાવજ ડેરી ખાતે યોજાનાર હોય જે અંતર્ગત જિલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ બેઠકમાં જિલ્લા મહામંત્રી શ્રી વીડી કરડાણી,હિરેન ભાઈ સોલંકી, ભરતભાઈ વડાલીયા, નારણભાઈ ભેટારીયા, પ્રભાબેન બુટાણી, કુ.ભાવનાબેન (ડોલીબેન) અજમેરા, દિપક ભાઈ ડોબરીયા, મનોજભાઈ ગોહેલ, દિનેશભાઈ ટીલવા, અજીતભાઈ વાઢેર, નરેન્દ્ર ભાઈ કોટીલા, જીવાભાઇ કોડીયાતર, રવિનાબેન મેઘનાથી, ચિરાગભાઈ રાજાણી, માલદેભાઈ ભાદરકા, પ્રવીણભાઈ વાઘેલા, બહાદુરસિંહ કાગડા, ભરત ભાઈ ચારિયા, દિનેશભાઈ ખટારિયા, વંદનાબેન મકવાણા, રાજેશભાઈ ભાલોડિયા, દાનાભાઈ બાલસ, પ્રવીણભાઈ ભાલારા, પરબતભાઈ પિઠીયા, ધીરજલાલ કણસાગરા, જીતેન્દ્રભાઈ પનારા, ગોવિંદભાઈ સવસાણી, દિવ્યેશભાઈ જેઠવા, ભાવેશભાઈ મેંદપરા, અરવિંદભાઈ ઘરડેશીયા, ઉમેશભાઈ બાંભરોલીયા, હરિભાઈ રીબડીયા,
સહિત રજનીશ ભાઈ સોલંકી જીલ્લાના હોદ્દેદારો અને આઇટી સેલ સોશિયલ મીડિયા વિભાગના કન્વીનર સંજયભાઈ રાઠોડ, મિથિલેશ ભાઈ પટેલ, સિદ્ધાર્થ ભાઈ પાનસુરીયા, હિતેશભાઈ જાવિયા અને નીરજભાઈ જોશી ઉપસ્થિત રહી સક્રિય સંમેલનને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમ ની આભાર વિધિ મહામંત્રી હિરેનભાઈ સોલંકીએ કરી હતી.