Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જૂનાગઢમાં સરકારી દીવાલો પર ભાજપે કમળ બનાવ્યુ તે જ દીવાલ પર કોંગ્રેસે ગેસનો બાટલો ચીતરી વિરોધ બતાવ્યો

જુનાગઢ શહેરમાં આવેલ સરકારી કચેરીની ઇમારતોની દિવાલ પર બે દિવસ પહેલાં ભાજપે પોતાનું ભાજપ નું ચિન્હ અને કમળ દોરતા વિવાદ છંછેડાયો હતો ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા ગેસના સિલિન્ડર ચીતરીને વિરોધ નોંધાવ્યો છે.હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક પાર્ટીઓ પોતાના પ્રચાર માટે અનેક કાર્યો કરતી હોય છે ત્યારે જૂનાગઢ શહેરમાં ભાજપ દ્વારા સરકારી કચેરીની ઇમારતોની દિવાલ પર ભાજપનું ચિહ્નને કમળ દોરીને પ્રચાર શરૂ કર્યો છે

ત્યારે કોંગ્રેસે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગત રાત્રીના સમયે ભાજપના ચિન્હ નીચે યુથ કોંગ્રેસ દ્વારા ગેસના સિલિન્ડર ના ભાવ વધારાનો વિરોધ કરી અને ગેસનું સિલિન્ડર દોરીને ભાજપ સામે વિરોધ નોંધાવ્યો છે ગેસના સિલિન્ડર ના ચિત્ર માં ઉલ્લેખ કરાયો છે કે 350 વાળા ગેશ સિલિન્ડરના ૧૦૫૦ કરનાર ભાજપ. ભાજપ અને કોંગ્રેસ બંને સરકારી કચેરીની ઇમારતોની દીવાલ પર ચિત્રો દોરીને વિરોધ નોંધાવી રહ્યુ છે.ત્યારે ભાજપે કોંગ્રેસના આ ચિત્રો ને ફરી પીછોડો મારી અને હટાવી દીધા છે

Related posts

કચ્છ : ભારતીય કોસ્ટગ્યુર્ડ દ્વારા સંક્ષિપ્ત-એરિયા લેવલ PR કસરત અને મોકડ્રિલ

cradmin

જૂનાગઢ ભાજપે સંવિધાન દિવસની ઉજવણી કરી અને જુનાગઢ કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને જલાભિષેક કરી શુદ્ધિકરણ કરવામાં આવ્યું…

samaysandeshnews

Surat: સુરત માં રેલ્વે સ્ટેશનનાં ભીડભાડવાળા રૂટ પર અતિક્રમણ હટાવવાં મહાનગરપાલિકા પહેલ કરી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!