Samay Sandesh News
ક્રાઇમગુજરાતજુનાગઢ

જૂનાગઢ મનપાના ડોર ટુ ડોર સફાઈ કરતી ગ્લોબલ કંપની નું ગોલમાલ સામે આવ્યું

જેમાં સફાઈને નામે લોટ પાણી ને લાકડા કરતા પ્રજાના પૈસાનું પાણી થતા મનપા અને સફાઈ કોન્ટ્રાક્ટ નો ભાંડો ફોડતા ભાજપના જ કોર્પોરેટરો દ્વારા વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ શહેર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશન માટે ખાનગી પેઢીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે… આ કંપની ને ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં મહાનગરપાલિકા દ્વારા આ કંપનીને અંદાજિત ૧૫ જેટલી ગાડીઓ આપવામાં આવી છે તેમજ કોન્ટ્રાક્ટરની 10 ગાડી મળી કુલ 25 ગાડી ઓ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાંથી કચરા કલેકશન કરવામાં આવે છે પરંતુ આ તમામ ગાડીઓમાંથી કોર્પોરેશનની ગાડીની હાલત એકદમ ખખડધજ હાલતમાં છે ઉપરાંત આ ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવેલ છે તેનો ક્યારેય પણ ઉપયોગ કરવામાં આવતો નથી તેવી જ રીતે આ ખખડધજ વાહનો માટે વીમો પણ ન હોવાનું જૂનાગઢના ભાજપના જ કોર્પોરેટરો આક્ષેપ કરી રહ્યા છે ઉપરાંત કંપની દ્વારા ડ્રાઇવરોને રાખવામાં આવ્યા છે તે ડ્રાઈવરો પણ નિયમ વિરુદ્ધ ના હોય તેવું લાગી રહ્યું છે મોટાભાગના ડ્રાઇવરો પાસે લાયસન્સ પણ ન હોવાનો આક્ષેપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો છે…

જૂનાગઢ શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે લોકો કોર્પોરેટરોને સફાઈ માટે ની ફરિયાદો કરતા હોય છે અને જ્યારે કોર્પોરેટરો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કંપની આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે ભાજપના કોર્પોરેટરોએ કંપની સામે જાણે કે બળવો પોકાર્યો હોય તેમ અનેક આક્ષેપો કર્યા છે…. ગ્લોબલ કંપનીને આપવામાં આવેલુ ટેન્ડર વજન હિસાબે તેનું પેમેન્ટ મહાનગરપાલિકા કરે છે એટલે કે મહાનગરપાલિકા પાસેથી વધારે પડતું પેમેન્ટ લઈ ભ્રષ્ટાચાર કરવા માટે આ કંપની દ્વારા જીઆઇડીસી વિસ્તારમાંથી કચરો ઉપાડવાની મનાઈ હોવા છતાં વજન વધારવા માટે જીઆઇડીસી માંથી પણ પૈસા લઈને કચરો ઉપાડી લેવામાં આવે છે અને આ કચરો હાજયાણી બાગ ખાતે આવેલ ડમ્પિંગ સ્ટેશનમાં માપણી કરી વજન નોંધવામાં આવે છે..

અક્કડ થયેલા વાહનો પણ ડ્રાઇવરો પોતાના જીવના જોખમે ચલાવી રહ્યા છે અતિઆધુનિક વાહનો માં માત્ર થોડાક જ વર્ષોમાં ખખડધજ બની ગયા છે ઉપરાંત હાઇડ્રોલિક વાહનો પણ ચાલતા નથી તેમાં પણ લોખંડના સળીયા દ્વારા કરન્ટ થી કરાવીને વાહનો ખાલી કરાવવાના હોય છે ફુલ ડ્રાઈવર પણ કબૂલી રહ્યાં છે કે વાહનો ખૂબ જ ખખડધજ હાલતમાં છે.

આમ જૂનાગઢ મહાનગરપાલિકા કરોડોના બિલ કંપનીને ચુકવણા કરવા છતાં પણ શહેરમાં ગંદકી ગંજ જામ્યા છે ત્યારે કામ ન કરતી આ કંપનીને બ્લેક લિસ્ટ માં મુકવા ભાજપના કોર્પોરેટરો મેદાને પડયા છે..

 

Related posts

તાલુકા જીમ સેન્ટર કાલાવડનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ

samaysandeshnews

બેડ તથા સોયલ ટોલનાકા પરથી પસાર થતા વાહનો જોગ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

samaysandeshnews

સુરત : ઓડિશામાંથી વોન્ટેડ આરોપીની ધરપકડ, 2017માં ગુનાહિત કાવતરું ઘડીને ટ્રેન પલટી મારવાનો પ્રયાસ કર્યો હતો.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!