30 મી જાન્યુઆરી મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસે જૂનાગઢ શહેર કોંગ્રેસ , ધારાસભ્ય ,સૌ કોંગ્રેસ કાર્યકરોની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી સૂતર ની આટી પહેરાવી શ્રધાંજલિ આપવામા આવી હતી.અને મહાત્મા ગાંધીજીના નિર્માણ દિવસે શહેર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી કે દેશમાં જે ભ્રષ્ટ શાસન ચાલી રહ્યું છે.ત્યારે ભાજપ દેવરા ખોટા આંકડા આપી અને ગોલમાલ સાથેની વાતો કરી જૂનાગઢમાં 877 કરોડ ના કામો કરી વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકર ડી.ડી પુરોહિતને મહાત્મા ગાંધી નો પહેરવેશ પહેરાવી ગાંધી ચોક ખાતે વિકાસ ખોજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ દ્વારા જણાવ્યું હતું કે ખોબા જેવડા જૂનાગઢમાં 877 કરોડના કામો કરવાની વાતો કરનારા ભાજપ ને ભગવાન સદબુદ્ધિ આપે. જો 877 કરોડના કામો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હોય તો આ કામો ગુમ તો નથી થઈ ગયા ને ? જે બાબતે શહેર કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ દેશ આઝાદી નહીં પરંતુ ગુલામી તરફ ધકેલાઈ રહ્યો હોય તેવું શહેર કોંગ્રેસ અમિત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું…..