જેતપુરના ચાંપરાજપુરમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો ઇજાગ્રસ્ત હોવા છતાં પરીક્ષા દેવા પહોંચ્યો
જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગરબી ચોકમાં રહેતો કેતન શૈલેષભાઇ સોલંકી આજથી શરૂ થતી એસએસસીની પરીક્ષા આપવા જવાનો હોય તે પહેલા પોતાના ઘર પાસે પાનની દુકાને ઉભો હોય તે દરમિયાન તેના ઘરની સામે રહેતા શખ્સે જુની અદાવતનો ખાર રાખી છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હોવા છતાં પ્રાથમિક સારવાર લઈને હિંમત રાખીને પરીક્ષા દેવા સેન્ટર પર પહોંચ્યો હતો.
બનાવ અનુસાર જેતપુર ચાંપરાજપુરના ગરબી ચોકની વિસ્તારમાં રહેતો કેતન શૈલેષભાઈ સોલંકી આ વિસ્તારમાં પાનની દુકાને ઉભેલા હતો ત્યારે ઉપર તેમના ઘરની સામે રહેતા વિદ્યાર્થી યુવકના પિતરાઈ ભાઈ મનીષ કિશોરભાઈ સોલંકી નામના યુવકે મારા ઘર સામે કેમ જુએ છે તેમજ ગાળો ભાંડી છરી વડે હુમલો કરતા સાથળના ભાગે ઇજાગ્રસ્ત થયેલો હોય કેતન ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે જતો હોય ત્યારે જ આ
હુમલાનો ભોગ બનેલ વિદ્યાર્થીને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો વિદ્યાર્થીને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવે તે પહેલાં વિદ્યાર્થીએ પોતાના જીવના જોખમે પહેલા પરીક્ષા આપવાનું વિચાર્યુ અને સીધો પરીક્ષા સેન્ટરે પહોંચ્યો હતો.
પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીએ જેતપુર તાલુકા પોલીસ મથકે મનીષ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 324,504,505(2) જી.પી.એક્ટ 135 સહિતનાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી