જેતપુરના બોરડી સમઢિયાળા ગામે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી ભાવ તળિયે જતાં પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ
ડુંગળીનું ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ લે છે. આ વર્ષે ડુંગળીના વાવેતર માંટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા આમ છતા ખેડૂતોએ સારાભાવની આશાએ મોંઘાભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું.
જેતપુર તાલુકાના બોરડી સમઢિયાળા ગામના ખેડૂત મહત્વની શાકભાજી કહેવાતી લીલી ડુંગળીની ખેતી ખેડૂત મોટા પ્રમાણમાં કરી રહ્યા છે.આ ખેતી દ્વારા લાખો રૂપિયાનો નફો મેળવવાનાં સપનાં જોયાં હતાં, પરંતુ છેલ્લા સમયમાં ડુંગળીના ભાવ ગગડીને તળિયે પહોંચી જતાં ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. શરૂઆતમાં ડુંગળીના ભાવ ખૂબ જ સારા હતા, પરંતુ હાલમાં ડુંગળીની આવક વધતા ડુંગળીના ભાવ ખેડૂતોને સારા મળવાને બદલે સાવ તળીયે પહોંચી ગયા છે.જેથી ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પાયમાલ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.
આ વર્ષે પાછોતરો વરસાદ, કમોસમી વરસાદ અને ડુંગળીમાં રોગના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે. ત્યારે ડુંગળીમાં પૈસા મળવાના બદલે પૈસા જાય તેવી ખેડૂત જણાવી રહ્યા છે. જોકે હાલમાં અન્ય રાજ્યોમાં પણ નાસિક સહિત અન્ય જગ્યાઓ પર ડુંગળી વેંચાણમાં આવી જતા ગુજરાતમાંથી ડુંગળીની જાવક ઘટતા ભાવમાં ઘટાડો આવેલ છે. પેહલાં ડુંગળીના 20 કિલો યાર્ડમાં 300થી 600 રૂૂપિયામાં વેચાતી હતી. ત્યારે હાલમાં ડુંગળીના ભાવ રૂ 100થી 150 સુધી પોહચી જતા ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.બોરડી સમઢિયાળા ગામના ખેડૂતની માંગણી છે કે કોઈ પણ સંજોગોમાં સરકાર ખેડૂતોને નુકશાનના જાય તેવા ટેકાના ભાવ મળે તેવું કરે, નહિતર આ વર્ષે ડુંગળી પક્વનાર ખેડૂતોને આર્થિક બહુ મોટું નુક્શાન જશે.