- દારૂ, મોબાઈલ અને વાહનની કિંમત થઈ કુલ રૂ. ૧,૦૫,૦૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો.
- જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દેવકીગાલોળ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ મુજબ જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા જેતપુર તાલુકાના દેવકીગાલોળ થી ખજૂરી હડમતીયા જતી વેરના કાર રજી નંબર (જી.જે.૦૧ આ.બી.૧૧૫૮ )કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૧૦ કિંમત રૂ.૩૩,૦૦૦ તેમજ વેરના કાર જેની કિંમત રૂ.૭૦૦૦૦ તેમજ મોબાઈલ જેમની કિંમત રૂ.૨૦૦૦ સહિતનો કુલ મુદ્દામાલ મળી રૂ.૧,૦૫,૦૦૦ સાથે દેવદતભાઈ બાવકુભાઈ બસીયા જાતે કાઠી દરબાર રહે.જેતપુર પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ પૂછપરછ દરમિયાન દારૂ મંગાવનાર અને આપનાર બુટલેગર ભીખાભાઈ સગર રહે,મેંદરડા તેમજ ચાપરાજભાઈ જીલુભાઇ વાળા જાતે,કાઠી દરબાર રહે.ધારી ગુંદાળી બંને શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી