બનાસકાંઠા દાંતાના વણઝારા તળાવમાં ડૂબી જવાથી એક આશાસ્પદ યુવકનું મોત મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે પહોંચ્યા રસુલપુરા ગામ પાસે આવેલું છે વણઝારા તળાવ ગઈકાલે સાંજે ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા પડયા
કલાકો વીતી જવા છતાં જે કામ ફાયર બ્રિગેટ કે તરવૈયા ના કરી શક્યા તે કામ દાંતાના સ્થાનિક યુવાન કાળુજી ઠાકોરે કરી બતાવ્યું
મળતી માહિતી અનુસાર શનિવારની મોડી સાંજે ત્રણ મિત્રો તળાવની મજા માણવા તળાવ કિનારે ગયા હતા ત્યારે દાંતા નો 25 વર્ષીય યુવાન પપ્પુ માજીરાના નામનો યુવાન તળાવ કિનારે જતા પગ લપસી જતા તળાવમાં ડૂબી ગયો હતો ત્યારે અન્ય બે મિત્રો તેને મૂકી ફરાર થયા હતા
આ સમગ્ર ઘટનાની જાણ દાંતા સ્થાનિક પોલીસ ને થતા દાંતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ફાયર બ્રિગેટ ના કર્મચારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા રાત્રી દરમ્યાન શોધ ખોળમા લાશ નો કોઈ પતો ન લાગતા સવારે નવ થી દસ ના ગાળા મા દાંતા ગામના સ્થાનિક યુવાન કાળું ઠાકોર દ્વારા લાશ ની શોધ ખોળ કરતા ભારે જહેમત બાદ લાશ બહાર કાઢવામાં આવી હતી ત્યાર બાદ લાશ ને પીએમ અર્થે દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ પુરી ઘટના મા મૃત્યુ પામનાર યુવકના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો