પોલીસના જણાવ્યા અનુસાર રોહિણી કોર્ટના પરિસરમાં આ ફાયરિંગ થયું હતું.ગેંગસ્ટર દ્વારા કરવામાં આવેલા 35-40 રાઉન્ડ ફાયરિંગમાં એક મહિલા વકીલ પણ ઈજાગ્રસ્ત થઈ છે.
દિલ્હી ની રોહિણી કોર્ટ ના પરિસર માં ફાયરિંગ થયું હોવાના સમાચાર મળી આવ્યા છે.ફાયરિંગ માં 3 ના મોત નિપજ્યા છે અને એક ગેંગસ્ટાર ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી આવ્યા છે.દિલ્હીના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જીતેન્દ્ર માન ઉર્ફે ગોગીની ધરપકડ કરવામાં દિલ્હી પોલીસ સફળ રહી હતી.
જીતેન્દ્ર ઉર્ફે ગોગીને તિહાડ જેલમાં કેદ હતો, જેને શુક્રવારે પેશી માટે લાવવામાં આવ્યુ હતુ. આ દરમિયાન રોહિણી કોર્ટના પરિસરમાં બદમાશોની વચ્ચે શૂટઆઉટ થઈ ગયુ.
દિલ્હી પોલીસ અનુસાર બે હુમલાખોરો વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા જેમણે ગેંગસ્ટર જીતેન્દ્ર પર ગોળી ચલાવી. સ્પેશ્યલ સેલની ટીમ જીતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈને આવ્યા હતા જ્યાં આ ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યુ છે કે દિલ્હીના ટિલ્લૂ ગેંગે જીતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોરો ઠાર થયા છે. તેમાં એક રાહુલ છે જેનીપર 50 હજારનુ ઈનામ છે જ્યારે એક બીજો બદમાશ છે.