તા. ૨૭ ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં કિશન ભરવાડ હત્યા કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝની ધરપકડ કરી હતી. શબ્બીર ચોપડાએ ફાયરિંગ કર્યું હતું. બંને આરોપીને મદદ કરનાર વધુ એક શખ્સને પણ દબોચી લેવામાં આવ્યો છે. સમગ્ર જેહાદી ષડયંત્રમાં જમાલપુરના મૌલવીની ધરપકડ મોહંમદ અયુબ જરવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે. હજુ આ સમગ્ર પ્રકરણમાં કોઇ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર જેહાદી ષડયંત્રમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીઓમાંથી બે શાર્પશૂટર હતા. જેમાં શબ્બીર ચોપડા નામના આરોપીએ કિશન ભરવાડ ૫૨ ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ દરમિયાન બાઇક પર સવાર ઇમ્તિયાઝ નામનો આરોપી હતો. જે ધંધુકાનો લોકલ રહેવાસી છે. આ બે લોકોની પોલીસે પહેલાં ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ જમાલપુરના એક મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કોઇ હત્યા ન હતી પરંતુ એક જેહાદી પડયંત્રનો ભાગ હતો અને જેહાદી પડયંત્રના ભાગરૂપે આ હત્યા કરવામાં આવી છે. દિલ્હીના એક ધર્મગુરૂ છે જે પોતાની તકરીર માટે અને યુવાનોના બ્રેનવોશ માટે જાણિતા છે. આ ધર્મગુરૂએ મુંબઇમાં સભા કરી હતી. આ સભામાં શબ્બીર હાજર રહ્યો હતો આ તકરીર દરમિયાન મુંબઇના ધર્મગુરૂએ કહ્યું હતું કે પોતાના ધર્મ ઉપર ખતરો આવે ત્યારે તેમને કોઇ લોકલ મદદ જોઇતી હોય તો તે જમાલપુરના મૌલવી પાસે મેળવી શકે છે. જે પ્રકારે સોશિયલ મીડિયા પર સામગ્રી વહેતી થતી હોય છે તેમને ચોક્કસ જવાબ આપવો જોઇએ. જેના ભાગરૂપે કિશન ભરવાડની હત્યા થઇ હતી. આ હત્યા કરવામાં આવે તો મોટો પર્દાફાશ માટે જમાલપુરના મૌલવી દ્વારા ૧ રિવોલ્વર અને પ કારતૂસ આપવામાં આવ્યા હતા. જેનાથી કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે. આ બંને શાર્પશૂટરને મદદ કરનાર વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે આ મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ થઇ છે. જમાલપુરના મૌલવીની પણ અટકાયત કરાઈ