Samay Sandesh News
અન્યગુજરાતરાજકોટ

ધોરાજીના ખેડૂતે તેમના તૈયાર પાક માં ખેડૂત એ પશુ ચરવા મૂકી દીધા .

  •  મહા મહેનતે અને ભારે ખર્ચ વચ્ચે તૈયાર થઈ ગયેલો ડુંગળીનો પાક બકરાવને ખવડાવી દીધો હતો 

મહા મહેનતે અને ભારે ખર્ચ વચ્ચે તૈયાર થઈ ગયેલો ડુંગળીનો પાક બકરાવને ખવડાવી દીધો હતો.. આવું કરવા પાછળનું કારણ ખેડૂતે જણાવ્યું હતું કે તેમને ડુંગળીના અપૂરતા ભાવ મળે છે જેથી વેચવી પોસાય તેમ નથી અને ડુંગળી ઉપાડવા માટે પણ વધુ મજુરી ચૂકવવી પડતી હોય છે જે ન ચુકવી પણ એટલા માટે પોતાનો ઉભો પાક પશુઓને ખવડાવી દેવામાં આવ્યો હતો,
વાવેતર સમયે આશરે એક વીઘા દીઠ 25 હજારનો ખર્ચ ખેડૂતો એ કર્યો છે,જેમની સામે ભાવ બિલકુલ અપૂરતા મળી રહ્યા છે.. ડુંગળીના જથ્થાબંધ વેપારીઓએ પણ કહ્યું હતું કે 15 જાન્યુઆરી સુધીમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હતા જેમાં એક કિલો 20 થી 25 રૂપિયા મળતા હતા જે હાલ ઘટીને 3 થી 8 રૂપિયા સુધી મળી રહ્યા છે.. ખેડૂતોને પણ મોટી નુકસાની ભોગવવી પડી રહી છે સાથે સાથે વેપારીઓને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.. અત્યારે ડુંગળીના ઓછા મળતા ભાવ પાછળનું કારણ વેપારીઓ એવું કહ્યું હતું કે દેશમાં ડુંગળી પકવતા રાજ્ય માં ડુંગળીનું ઉત્પાદન થયું છે અને જે માલ અત્યારે બજારમાં આવી રહ્યો હોવાથી ખેડૂતોને આ પુરતા ભાવ મળી રહ્યા છે.

Related posts

15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ની અંબાજી ખાતે ઉજવણી કરવામાં આવી

samaysandeshnews

“વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા”

cradmin

રાજકોટના ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!