ધોરાજી પોલીસે ઈંગ્લીશ દારૂની 35 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમાર નાઓએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં થયેલ પ્રોહીબીશન જ જુગાર ની પ્રવુતીનેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ ધોરાજી પોલીસ સ્ટેશનના એએસ.આઇ આર.કે.બોદર તથા પો.કોન્સ અરવીંદસિહ જાડેજા તથા પો.કોન્સ રવિરાજસિહ જાડેજા તથા પો.કોન્સ રવિરાજસિહ વાળા ધોરાજી વાલાસીમડી રોડ કેનાલ ઉપર ગામડા ખાતે પેટ્રોલીંગમાં હોઇ તે દરમ્યાન વાલીસીમડી રોડ ઉપર કેનાલ પાસે આવતા ત્યા ખાનગી વાહન ની લાઇટમાં મો.સા ઉપર પલાસ્ટીક ના બે બાચકા લઇને જતા હોઇ તેને ઉભારાખી પુછ પરછ કરતા ચેક કરતા તેઓ ભારતીય બનાવટનો પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડ્રની બોટલો નંગ ૩૫ કુલ કિંમત રૂપીયા ૧૦,૫૦૦/-તથા મોટર સાયકલની કિંમત રૂપીયા ૨૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૩૦,૫૦૦/-
મુદદામાલ સાથે મળી આવી આરોપીઓ વિરૂધ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનના ગુનો ના કામે કજે કરી આરોપી અટક કરી ધોરાજી પો.સ્ટે ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયેલા ધર્મેશભાઇ ઉર્ફે ધમો રાયસીંગભાઇ ધરજીયા જાતે કોળી ઉવ/૨૪ રહે. મોટી પરબડી તા. ધોરાજી રોહીતભાઇ ઉર્ફે ધમો વલ્લભભઇ મકવાણા જાતે કોળી ઉવ/૨૩ રહે. મોટી પરબડી તા.ધોરાજી. રવિભાઇ હરજીભાઇ પંચાળા જાતે કોળી ઉવ/૨૨ રહે. મોટી મારડ તા. ધોરાજી. કજે કરેલ મુદામાલ
પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ ૩૫ કુલ કિંમત રૂપીયા ૧૦,૫૦૦/-તથા મોટર સાયકલની કિંમત
રૂપીયા ૨૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૩૦,૫૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
ઉપરોક્ત બનાવમાં બે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે