સુરેન્દ્રનગર જિલ્લા માં કપાસનું સારું એવું ઉત્પાદન જોવા મળે છે જ્યારે ધ્રાગધા તાલુકા ની વાત કરીએ તો ધાંગધ્રા માં નવા એ.પી.એમ.સી ની શુભ શરૂઆત થતાં ખેડૂતો , વેપારીઓ મા ખુશી જોવા મળી હતી જ્યારે હાલ કપાસની સીઝન ની શરૂઆત હોય ત્યાં ધ્રાગધા એ.પી.એમ.સી ખાતે ગ્રામ્ય વિસ્તારો માથી બોહળી સંખ્યામાં ખેડૂતો પોતાના પાક વેચાણ માટે ઉમટ્યા હતા.
જ્યારે આજ રોજ રેકોર્ડ બ્રેક કપાસ ના ભાવમાં જોવા મળ્યો હતો વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૦ સુધી રુ ૯૫૦ થી ૧૨૦૦ સુધી જ બોલાતા પણ વર્ષ ૨૦૨૧ / ૨૨ માં રુ ૧૭૦૦ થી ૨૨૦૦ સુધી કપાસનો ભાવ માં ઉછાળો નોંધાયો હતો જેનાથી ખેડુતો , વેપારીઓ મા ખુશી જોવા મળી હતી હાલ કપાસના બજારમાં ઐતિહાસિક તેજી ઉછાળા સાથે જોવા મળી હતી