નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના 30માં સ્થાપના દિને અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ની ઉજવણીના ભાગરૂપે મિસ અને મિસ્ટર ગુજરાત દિવ્યાંગ સ્પર્ધા તારીખ 21 3 2020 ના રોજ અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમા16 શહેરોના 32 દિવયાગ સ્પર્ધકો દ્વારા જુદી જુદી ઇવેન્ટ માં ભાગ લઇ પોતાનું ટેલેન્ટ બતાવે મા આવ્યુ હતુ. ઇવેન્ટનું આયોજન કરનાર નિલેષ પંચાલએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટમાં વિશેસ મહેમાન તરીકે ડો.નીતિન સુમન્ત શાહ, અનારબેન પટેલ ,ગ્રીષમા ત્રીવેદી, તેમજ વિશ્વ માં વિશેષ સિદ્ધિ હાસિલ કરેલ દિવ્યાંગ સમીર કક્કડ, રણજીત ગોહિલ, હાજર રહ્યા હતા. સેલ્ફ ઈન્ટરોડકશન, કેટવોક અને એબીલીટી રાઉન્ડમાં વિજેતા થનાર ને મીસ ગુજરાત અને મીસ્ટર ગુજરાત નો એવોર્ડ સંસ્થા ધ્વારા આપવામાં આલ્યો હતો.જેમાં કચ્છ ની દિવયાગ દિકરી રેખા ગોસાઈ મીસ ગુજરાત અને અમદાવાદ નો દિવયાગ દિકરો સાહીલ મનસુરી મીસ્ટર ગુજરાત નો એવોર્ડ જીત્યા હતા.
ભાગ લેનાર તમામ દિવયાગ સ્પર્ધકો ને કેશ પ્રાઈઝ આપવા મા આવી હતી.
પ્રથમ વાર ગુજરાત મા યોજાયેલ આ કાર્યક્રમ મા સ્પર્ધકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને સમાજ ને સંદેશો આપ્યો હતો કે દિવયાગજન ભી કીસી સે કમ નહી. રિપોર્ટર સોહિલ દીવાન સરખેજ