Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

પંજાબમાં વડાપ્રધાનના કાફલાને રોકવાની ઘટનાને લઇને જૂનાગઢ જિલ્લા કિસાન મોરચા દ્વારા મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો..

પંજાબ કોંગ્રેસની સરકારના આ હિનન કૃત્યના વિરોધમાં કરાયેલા મૌન ધરણાં માં જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ પણ જોડાયા.

આજ રોજ  જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ સરકાર દ્વારા દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાફલા ને અટકાવવા ની સાથે સુરક્ષામાં ચૂક દાખવી છે ત્યારે દેશનો દરેક કિસાન વડાપ્રધાનની સાથે છે, પંજાબ કોંગ્રેસ ની સરકારનાઆ કૃત્ય ને વખોડવા જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા મોન ધરણાં નો કાર્યક્રમ જૂનાગઢ ખાતે ઝાંસીની રાણીના સર્કલ પાસે યોજવામાં આવ્યો.

જે કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલ,જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રામભાઈ સોજીત્રા મહામંત્રી માનસિંગભાઈ ડોડીયા,જુનાગઢ જીલ્લા અને મહાનગર કિશાન મોરચા ના પ્રભારી વલ્લભભાઈ સખેલીયા, સહપ્રભારી વલ્લભભાઈ ખાવડીયા, અને મહાનગર ના પ્રમુખ, ચંદુભાઈ ગોપાણી, મહામંત્રી હીરાભાઈ ભાદરકા અને મહેશભાઈ સાથે જૂનાગઢ મહાનગર મહામંત્રી સંજયભાઈ મણવર અને લલીતભાઈ સુવાગીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માં જોડાઈ ને પંજાબની કોંગ્રેસની સરકાર ના કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું એ સાથે ધારણામાં જોડાયેલા જિલ્લાભરના ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના કાર્યકરો દ્વારા માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના શતાયુ થાય તેવી પ્રાર્થના કરી હતી.

Related posts

સુરેન્દ્રનગરના દુધરેજ અને વઢવાણ સંયુક્ત નપાએ વીજ બિલ ન ભરતા કપાયા કનેક્શન, શું કહ્યું ચીફ ઓફિસરે?

cradmin

મંગલમ વિદ્યાલયની મુલાકાતે સુપ્રસિદ્ધ હાસ્યકાર જગદીશભાઈ ત્રિવેદી

samaysandeshnews

ગોડલ તાલુકાના સુલતાનપુર ગામમાંથી જુગારધામ ઝડપાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!