સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાના આડે માંડ બે અઢી માસનો સમય બાકી છે ત્યારે ભાજપ શાસકોને વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથી અને સ્વઅધ્યન પોથી આપવાનું યાદ આવ્યું છે. ઓન લાઈન શિક્ષણનું કામ કરતાં શિક્ષકોને હવે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પોથી આપવા માટેની કામગીરી કરવી પડશે. સત્ર પુરૃ થવાં આવ્યું છે તે પહેલાં શાસકો વિદ્યાર્થીઓને બુટ મોજા આપી શકશે કે કેમ? તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બેદકાર શાસકોને કારણે સમિતિના દોઢ લાખ જેટલા શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ભાજપ શાસકોના નવા પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો બાદમાં મોટી મોટી વાતો કરી હતી પરંતુ તેનો અમલ ઝીરો છે. જાન્યુઆરી માસ પુરો થવાની તૈયારી છે. ત્યારે હાલમાં ધો. 3થી 8ના બાળકો માટે સ્વાધ્યાય પોથી અને સ્વ અધ્યયન પોથીનો સ્ટોક આવી ગયો છે. પણ હજુ આપવામાં આવ્યો નથી.
હાલમાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યું હોવાથી ધો.૯ સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામા આવે છે. તે પહેલાં ઓન લાઈન શિક્ષણ આપતાં શિક્ષકોને સ્વાધ્યાય પોથી અને સ્વ અધ્યયન પોથી અલગ અલગ કરીને વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે સુચના આપવામા આવી છે. વર્ષ પુરૃ થવા આવ્યું છે ત્યારે હાલમાં પુસ્તકો પહોંચાડવાની કામગીરી કરવામા આવી રહી છે. તેના કારણે આ પુસ્તકો વિદ્યાર્થીઓ માટે કેટલા ઉપયાગી નિવડશે તે એક પ્રશ્ન છે.સુરત મ્યુનિ.માં વિપક્ષ આપ ભારે ગાજ્યો હતો પરંતુ શિક્ષણ સમિતિમાં પોતાના જ સભ્ય સામે ક્રોસ વોટીંગ કરતાં વિપક્ષના એક સબ્ય ઓછા આવ્યા બાદ બાકી રહેલાં એક સભ્ય માત્ર દેખાડા પુરતો જ વિરોધ કરે છે. આટલી મોટી શાસકોની ત્રૃટી હોવા છતાં વિપક્ષી સભ્યેએ કોઈ પ્રકારનો વિરોધ નોંધાવ્યો નથી. શાસક અને વિપક્ષ ભાઈ ભાઈની ભુમિકામા હોવાથીસમિતિનાંવિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે.