Samay Sandesh News
indiaઅન્યગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા

રોકડ રકમ સહીત રૂ. 36 હજારનો મુદ્દામાલ ચોરાયો..

તમામ ઘટના cctv કેમેરામાં કેદ થતાં પોલીસે ડોગ સ્કોડ ની મદદથી તપાસ હાથ ધરી..

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી ની ઘટનાને અંજામ આપ્યાની ઘટના આવી સામે..

રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલ માં આવતા ચોરીની જાણ થતાં તાત્કાલિક NGES મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી…

આ મામલે મળતી માહિતી મુજબ NGES મેનેજમેન્ટે તાત્કાલિક પાટણ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બાબતની જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી અજાણ્યા ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા..

સ્કૂલના આચાર્ય ડૉ. ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર, ગુનેગારએ રૂ. 2,350 રોકડા અને આશરે રૂ. 34,000 ની કિંમતના CCTV DVR સ્વીચો ચોરી લીધા હતા. સ્કૂલના સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું થયું હતુંકે ૧૨:૪૪ મિનિટે ચોર આવે છે અને ક્રમશ સ્કૂલના મુખ્ય દરવાજા, મેનેજમેંટ ઓફિસ, પ્રિન્સિપલ ઓફિસ, ક્લાર્ક ઓફિસ ના તાળા તોડે છે આ સાથે કેમ્પસ માં ચાર કલાકથી પણ વધુ સમય વિતાવ્યો હોય એવું માલુમ પડે છે.

ત્યારે એનજીઇએસ કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રો.જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું, જેમાં ઘટનાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થાદ્વારા પોલીસ ને જરૂર પડતી માહિતી પૂરી પાડી, પોલીસ તપાસ માં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. અને અમારા સંચાલન હેઠળની તમામ ૧૩ સંસ્થાઓ ના પ્રિન્સિપાલોને અને સ્ટાફને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઝડપથી હાલ તપાસ ચાલી રહી છે.

=========================

Related posts

વિશ્વની શ્રેષ્ઠત્તમ આધ્યાત્મિક ભૂમિ ગરવા ગિરનારની ગોદમાં ભારતી આશ્રમ ખાતે આગામી પાંચ દિવસ દરમિયાન તા ૨૫/૨ થી સુધી દિવ્ય અને ભવ્ય ઉત્સવ યોજાશે..

samaysandeshnews

House Tex :જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરાની શાખા દ્વારા બાકી રહેલા વેરા વસુલાત માટે ની જોશપૂર્વકની તૈયારીઓ

samaysandeshnews

AAP ના કોર્પોરેટરે વિદ્યાર્થીઓને પ્રાથમિક મદદ રૂપ થયાં

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!