પાટણમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્ધારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા આવ્યું હતું.
આજે સમગ્ર ભારત સરદાર જયંતિ નિમિત્તે 31મી ઓક્ટોમ્બર રાષ્ટ્રીય એકતા દિવસ લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે પાટણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા ધારપુર મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સરદાર પટેલના આદર્શો,મૂલ્યો આજે પણ યુવાનોમાં નવી પ્રેરણા પુરી પાડે છે.દેશના 562 જેટલા રજવાડાઓને એક કરી અખંડ ભારતના નિર્માણકર્તા સરદાર પટેલની 146મી જન્મજયંતિ નિમિતે આજે સમગ્ર દેશભરમાં સેવાકીય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે ધારપુર મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ,પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઇ,મહામંત્રી ભાવેશભાઈ પટેલ,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઇ પટેલ, યુવા મોરચાના પ્રમુખ કૌશલભાઈ જોશી,જિલ્લા મહામંત્રી કિશન દેસાઈ,પાર્થ પટેલ,વિરેશભાઈ વ્યાસ તાલુકા પ્રભારી સોવનજી ઠાકોર, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા, તાલુકા પ્રમુખ મગનભાઇ પટેલ,મહામંત્રી જલુજી ઠાકોર,હરિભાઈ પટેલ સ્નેહલભાઈ પટેલ,સામાજિક ન્યાય સમિતિના યુવા મોરચાના તાલુકા પ્રમુખ વિરલ પટેલ, ઇન્દ્રજીતસિંહ રાજપૂત, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ચેહુજી ઠાકોર, મહામંત્રી ગોવિંદ પ્રજાપતિ, સહિત મોટી સંખ્યામાં વિવિધ મંડળોના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.