શાળાના બે કર્મચારી શ્રી સુરેશભાઈ ઠાકર અને કુબેરભાઇ વણકરને વિદાય
પાટણ જીલ્લાના સમી તાલુકાની પ્રેમચંદભાઈ રા. પરમાર હાઇસ્કૂલ (જય ભારત)મા બે કર્મચારીનો વયનિવૃત વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક પરિચય,દિપ પ્રાગટ્ય,શાળાની વિધાર્થીની ધૃવિબેન સથવારા અને માહીબેન સથવારાએ સ્વાગત ગીત રજૂ કર્યુ હતુ. ત્યારબાદ નિવૃત કર્મચારીને શ્રીફળ,સાકર,મોમેન્ટ અને સન્માન પત્રથી શાળાના આચાર્યશ્રી,સ્ટાફ પરિવાર અને આમંત્રિત મહેમાનશ્રી એ સન્માન કર્યું હતું. આ પ્રસંગે શાળાના બે વિદ્યાર્થી મોહમ્મદ કાજી અને દશરથકુમાર ભરવાડ નિવૃત્ત કર્મચારી વિશે પ્રતિભાવ આપ્યા હતા.ત્યારબાદ શાળાના શિક્ષકશ્રી સંજયભાઈ ઠાકોર,સાહિલકુમાર વિરતીયાએ કર્મચારી સાથે વિતાયેલ વર્ષો વિશે પ્રતિભાવ આપ્યા હતા.
આમંત્રિત મહેમાન શ્રી મનુજી ઠાકોર,શ્રી લાભશંકરભાઇ રાજગોર,શ્રી પ્રેમચંદભાઈ પરમાર સાહેબે નિવૃત કર્મચારીને આર્શીવચન પાઠવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.ડી.વી.ઠાકોર સાહેબે વેદકાલીન શિક્ષણમાં ગુરુ અને શિષ્યના સંબંધોની વાત રજૂ કરી નિવૃત્ત કર્મચારીને આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે ડૉ.ડી.વી.ઠાકોર સાહેબ (પ્રમુખશ્રી,પાટણ જિલ્લા ભાજપ),શ્રી સાકાજી ઠાકોર(ઉપપ્રમુખ,પાટણ જિલ્લા પંચાયત),શ્રી વનરાજસિંહ ઠાકોર (પ્રમુખ,તાલુકા પંચાયત હારીજ) શ્રી મનુજી ઠાકોર (ચેરમેનશ્રી,આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત,પાટણ) બાબુજી ઠાકોર (સદસ્ય પાટણ જિલ્લા પંચાયત),રામસંગજી ઠાકોર ( પ્રમુખ, વાલી મંડળ), શ્રી લાભશંકર ભાઈ રાજગોર(ગૌ ભક્ત),શ્રી રાજેન્દ્રભાઈ જાદવ (ADI DEO કચેરી પાટણ),શ્રી પ્રવિણસિંહ સોલંકી (સામાજિક અગ્રણી) ,શ્રી મુસ્તુફાભાઈ મેમણ મેમણ(સામાજિક અગ્રણી),શ્રી પ્રેમચંદભાઈ પરમાર ( પ્રમુખ, સમી તાલુકા સેવા સંધ,સમી),હર્ષદભાઇ ડોડીયા (આચાર્ય,માડવી) (આચાર્ય,માડવી),મનુભાઈ પરમાર (નિવૃત કલાર્ક),શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ,સૌ સારસ્વત સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી નિવૃત્ત કર્મચારીને સન્માન કરી આર્શીવચન પાઠવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આભારવિધિ વિપુલભાઈ પટેલ અને કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મહેબૂબ ભાઇ સિપાઇ,અશ્ર્વિનભાઇ કડીયા,બાલસંગજી ઠાકોર અને પ્રવિણભાઇ નાયીએ ભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી..