પાટણ : પાટણ તાલુકાના મણુંદ ગામ ખાતે પાટણ તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ: પાટણ તાલુકા ભાજપની કારોબારી બેઠક મણુંદ ગામ ખાતે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.જેમાં ઉપસ્થિત રહેલા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સમીક્ષા કરી હતી
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ,સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.156 બેઠકો ઉપર વિજય થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
અને હવે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય માટે આહવાન કર્યું હતું.પ્રભારી અશોકભાઈ જોશીએ પણ સંગઠન બાબતે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.ગુજકોમાસોલના ડીરેક્ટર સ્નેહલભાઈ પટેલે સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની કમગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઇ પટેલ,જિલ્લા મંત્રી જયરામભાઈ દેસાઈ,પૂર્વ મંત્રી વિરેશભાઈ વ્યાસ,તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન પટેલ,તાલુકા પ્રભારી સોવનજી ઠાકોર, મહામંત્રી જલુજી ઠાકોર, હરિભાઈ પટેલ,ચેરમેન નરેશભાઈ પરમાર, અમિતભાઈ પટેલ સહિત સંગઠનના હોદેદારો,ડેલીકટ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા