પાટણમાં ખેડૂતોએ ધરણા કરી પાણી અને વીજળીની સમસ્યાને લઈ પાટણ શહેરનાં બગવાડા દરવાજા અને પાટણ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો સરકારના વિરોધમાં છાજીયા લઈ ભારે સુત્રોચ્ચાર કર્યા રેલ્વે ફાટક પાસે રોડ પર ચક્કાજામ પણ કર્યું.
ગુજરાતનાં ખેડૂતોને પુરતી વીજળી આપવા અને ઉત્તર ગુજરાતની સિંચાઈની કેનાલોમાં પાણી છોડવાની માંગ સાથે પાટણ અને સિદ્ધપુર કોંગ્રેસના બે ધારાસભ્યોની આગેવાનીમાં પાટણ તાલુકા ,શહેર અને સરસ્વતી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ખેડૂતો અને પાટીદાર કિસાન સેનાના કાર્યકરોએ બે મુદ્દાઓ ને લઈ પાટણના બગવાડા દરવાજા અને કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરી સરકારનાં વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
ત્યારબાદ રેલી સ્વરૂપે પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી પાટણ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી તેમની રજુઆત ગુજરાત સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી હતી જયારે બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વારાહી મામલતદાર કચેરી બહાર ધરણાં કરી આવેદન પત્ર આપ્યું હતું રાજ્ય સરકાર દ્ધારા ખેડૂતોને સળંગ આઠ કલાક દિવસ દરમ્યાન વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલ લોડ સેરીંગના બહાને ખેડૂતોને માત્ર બેથી ત્રણ કલાક જ વીજળી આપવામાં આવે છે અને તેમાં પણ બે કે ત્રણવાર પાવર કટ આપવામાં આવે છે.
જેના કારણે ખેડૂતો પુરતુ પિયત કરી શકતા નથી અને ખેડૂતોને મોટુ નુક્શાન થઈ રહ્યું છે તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો થવાને કારણે તળાવોમાં પુરતું પાણી નથી અને સિંચાઈની તમામ કેનાલો પણ ખાલીખમ પડેલી છે જેના લીધે ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી રહી છે અને પશુપાલન માટે ઘાસચારાની પણ વ્યવસ્થા થઈ શકી નથી ઉત્તર ગુજરાતની સિંચાઈની કેનાલોમાં પાણી છોડવા માટેની માંગ સાથે આ બંન્ને માંગણીઓ ને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર આગેવાનીમાં પાટણ તાલુકા, શહેર અને સરસ્વતી તાલુકાના ખેડૂતો કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર કિસાન સેનાના કાર્યકરોએ પાટણ શહેરના બગવાડા દરવાજા અને પાટણ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં યોજી સરકારનાં વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ પાટણ બગવાડા દરવાજાથી કલેક્ટર કચેરી સુધી કિસાન રેલી યોજવામાં આવી હતી.
જેમાં રેલ્વે ફાટક પાસે રોડ પર ચક્કાજામ કર્યું હતું ત્યારબાદ રેલી પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચતા કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટીને આવેદન પત્ર આપીને ખેડૂતોને વીજળી અને પાણી આપવા રજુઆત કરી હતી અને તેમની રજુઆત ગુજરાત સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી હતી જયારે આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ , સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર , પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર , અશ્વિન પટેલ, પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભરત ભાટીયા , સહિત કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ધરણા કરી પાણી અને વીજળીની સમસ્યાને લઈ પાટણ શહેરનાં બગવાડા દરવાજા અને પાટણ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ ધરણાં કરી વિરોધ નોંધાવ્યો સરકારના વિરોધમાં છાજીયા લઈ ભારે સુત્રોચ્ચાર કર્યા રેલ્વે ફાટક પાસે રોડ પર ચક્કાજામ પણ કર્યું.ગુજરાતનાં ખેડૂતોને પુરતી વીજળી આપવા અને ઉત્તર ગુજરાતની સિંચાઈની કેનાલોમાં પાણી છોડવાની માંગ સાથે પાટણ અને સિદ્ધપુર કોંગ્રેસના બે ધારાસભ્યોની આગેવાનીમાં પાટણ તાલુકા ,શહેર અને સરસ્વતી તાલુકાના કોંગ્રેસના આગેવાનો ખેડૂતો અને પાટીદાર કિસાન સેનાના કાર્યકરોએ બે મુદ્દાઓ ને લઈ પાટણના બગવાડા દરવાજા અને કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરી સરકારનાં વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
ત્યારબાદ રેલી સ્વરૂપે પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી પાટણ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી તેમની રજુઆત ગુજરાત સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી હતી જયારે બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ વારાહી મામલતદાર કચેરી બહાર ધરણાં કરી આવેદન પત્ર આપ્યું હતું રાજ્ય સરકાર દ્ધારા ખેડૂતોને સળંગ આઠ કલાક દિવસ દરમ્યાન વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલ લોડ સેરીંગના બહાને ખેડૂતોને માત્ર બેથી ત્રણ કલાક જ વીજળી આપવામાં આવે છે અને તેમાં પણ બે કે ત્રણવાર પાવર કટ આપવામાં આવે છે .
જેના કારણે ખેડૂતો પુરતુ પિયત કરી શકતા નથી અને ખેડૂતોને મોટુ નુક્શાન થઈ રહ્યું છે તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ અોછો થવાને કારણે તળાવોમાં પુરતું પાણી નથી અને સિંચાઈની તમામ કેનાલો પણ ખાલીખમ પડેલી છે જેના લીધે ખેડૂતોને પિયતમાં મુશ્કેલી પડી રહી છે અને પશુપાલન માટે ઘાસચારાની પણ વ્યવસ્થા થઈ શકી નથી ઉત્તર ગુજરાતની સિંચાઈની કેનાલોમાં પાણી છોડવા માટેની માંગ સાથે આ બંન્ને માંગણીઓને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર આગેવાનીમાં પાટણ તાલુકા, શહેર અને સરસ્વતી તાલુકાના ખેડૂતો કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર કિસાન સેનાના કાર્યકરોઅે પાટણ શહેરના બગવાડા દરવાજા અને પાટણ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં યોજી સરકારનાં વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ પાટણ બગવાડા દરવાજાથી કલેક્ટર કચેરી સુધી કિસાન રેલી યોજવામાં આવી હતી.
જેમાં રેલ્વે ફાટક પાસે રોડ પર ચક્કાજામ કર્યું હતું ત્યારબાદ રેલી પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચતા કલેક્ટર સુપ્રીતસિંગ ગુલાટીને આવેદન પત્ર આપીને ખેડૂતોને વીજળી અને પાણી આપવા રજુઆત કરી હતી અને તેમની રજુઆત ગુજરાત સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી હતી જયારે આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ , સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર , પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર , અશ્વિન પટેલ, પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભરત ભાટીયા , સહિત કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.