આમ આદમી પાર્ટીના તમામ 21 સભ્યોએ સવારનો નાસ્તો અને બપોરના જમવાનો વિરોધ કર્યો હતો. તમામ સભ્ય ઘરેથી ટીફીન લઈને આવ્યા હતા. આપના કોમન રૂમમાં સાથે બેસીને જમ્યા હતા.આપના છ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા આપના વિપક્ષ નેતા સહીતના આપના અન્ય સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.મનપાની સામાન્ય સભામાં પણ આપની નારાજગી જોવાં મળી હતી. આપનાં તમામ સભ્યોએ સવારનો નાસ્તો અને બપોરનાં જમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આપના સભ્યોનું પ્રિ-પ્લાનિગ કર્યું હોય તમામ સભ્યો પોતાનાં ઘરે થી ટીફીન લઈને આવ્યાં હતાં. લંચ સમયે ભાજપનાં તમામ સભ્યો વ્યવસ્થા મુજબ જમ્યાં હતા. જયારે આપનાં સભ્યો કોમન રૂમમાં સાથે બેસીને ભોજન લીધુ હતું.