સમાજમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કે હોટલ માં પાર્ટી આપી ને કરતા હોય છે ત્યારે પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ ના ઇન્ચાર્જ આચાર્ય, પાટણ જિલ્લા શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ, લોહાણા મહાપરિષદ પાટણ – મહેસાણા જિલ્લાના રિજિયોનલ અધ્યક્ષ, તથા રોટરી અને અન્ય સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રો. ધનરાજભાઈ ઠક્કરે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી ધનરાજભાઇ છેલ્લા 15 વર્ષથી દર વર્ષે પોતાના જન્મદિવસે બ્લડ ડોનેટ કરી જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના ની પરિસ્થિતિ હોવાથી બ્લડ બેંકોમાં લોહીની અછત હોય છે ત્યારે શાળા ના મદદનીશ શિક્ષક રો. ઝુઝારસિંહ સોઢા એ જન્મદિવસે બ્લડ કેમ્પ કરવાનો એક સુંદર વિચાર સૂચવ્યો જેના કારણે સમાજમાં સુંદર સંદેશ આપવા તથા Covid 19 ની પરિસ્થિતિમાં બ્લડ ની માંગને પહોંચી વળવા સતત બે વર્ષથી પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પી.પી.જી. એક્ષપેરિમેન્ટલ NSS યુનિટ અને રોટરી કલબ પાટણ ના સયુંકત ઉપક્રમે રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો જેમાં ૨૬ જેટલી બોટલ લોહી એકત્ર થયું આ બ્લડ કેમ્પમા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષક ભાઈ – બહેનો, સ્નેહીજનો એ બ્લડ ડોનેટ કર્યું હતું.. આ કેમ્પમાં GEB ના એન્જિનિયર અને શાળા ના ભૂતપૂર્વ વિધાર્થી શ્રી વી.બી.પટેલે તેમના ધર્મપત્ની સાથે બ્લડ ડોનેટ કર્યું . માધ્યમિક શિક્ષક સંઘના રાજ્યના હોદેદાર કપુરજી ઠાકોર તેમજ શિક્ષક ભાઈ-બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર આ કેમ્પમાં ભાગ લીધો હતો.
આ કેમ્પ માં રોટરી ક્લબના ક્લબ ટ્રેનર રો. બાબુભાઈ પ્રજાપતિ રોટરી ક્લબ પાટણ ના પ્રમુખ રો. રાજેશ મોદી સેક્રેટરી રો. શૈલેષ સોની A.G. રો. હરેશ પટેલ, , બ્લડ બેંક ચેરમેન રો. પરેશભાઈ પટેલ, રો. ધેમરભાઈ દેસાઈ, રો. રણછોડભાઈ પટેલ,રો.જયરામભાઈ પટેલ , રો. અતુલભાઇ પટેલ, રો. અશ્વિનભાઈ જોશી, રો. વિનોદભાઈ સુથાર, રો. નૈતિક પટેલ, રો. ભગાભાઇ પટેલ, રો. ઝુઝાર્સિંહ સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ માં રિલાયન્સ ના મુકેશભાઈ દેસાઈ, હર્ષભાઈ પટેલ, બ્લડ એકત્રીકરણ માટે જેઓ ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે તેવા પ્રણવભાઈ દરજી અને નૈતિક પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રક્તદાતા ને સુંદર ગિફ્ટ તથા સન્માન પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.. સમગ્ર શાળા પરિવાર, રોટરી પરિવાર, સ્નેહીજનો NSS ની સમગ્ર ટીમ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ ઉપસ્થિત રહી ધનરાજ ભાઈ ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર, શાળા ના NSS પ્રોગ્રામ ઓફિસર ભાવેશભાઈ રાવળ, NSS યુનિટની સમગ્ર ટીમ, શાળા ના વહીવટી કર્મચારી મિત્રો, સેવક ભાઈઓ, તથા રોટરી – સ્નેહી મિત્રો એ ભારે જહેમત ઊઠાવેલ. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શાળા ના મદદનીશ શિક્ષક અને પ્રોજેક્ટ ચેરમેન ઝેડ. એન. સોઢાએ કર્યું હતું..