Samay Sandesh News
ગુજરાતરાજકોટ

ફૂટવેરમાં કમરતોડ 12 ટકા GST ના વધારા સામે વેપારીઓમાં રોષ, દુકાનો બંધ કરીને મામલતદારને પાઠવ્યું આવેદન

રાજકોટ જિલ્લાના જેતપુર માં કૂટવેરના વેપારીઓ સરકાર દ્વારા ફૂટવેરમાં 5 ટકા GSTમાંથી 12 ટકા GSTનો વધારો કરતા જેતપુરના તમામ કૂટવેરના વેપારીઓ દ્વારા આજે સવારે દુકાનો બંધ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વધુમાં જેતપુર ફૂટવેર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જો કાપડ પરનો 12 ટકા GST દૂર કરવામાં આવે તો ફૂટવેર પરનો 12 ટકા GST શા માટે દૂર કરવામાં ન આવે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગરીબ અમીર સૌને ફૂટવેરની જરૂર પડતી હોય છે માટે મામલતદાર દ્વારા સરકારને રજુઆત કરીએ છીએ કે કૂટવેર પરનો 12 ટકા GST દૂર કરવામાં આવે.

કૂટવેર પર ઝીંકાયેલા GSTના વધારાને દૂર કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. આજે રાજ્યભરમાં ફૂટવેરના વિવિધ વેપારી મંડળો દ્વારા ફૂટવેરમાં કરાયેલા કમરતોડ GST ના વધારા સામે દુકાનો બંધ પાડીને વિરોધ કરાયો હતો. ત્યારે જેતપુર ફૂટવેર એસોસિએશન દ્વારા પણ ફૂટવેરમાં કરાયેલા 12 ટકા GST ના વધારાનો વિરોધ કર્યો હતો અને જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી GST નો વધારો પાછો ખેંચવાની રજુઆત કરી હતી. તેમજ જો આ ફૂટવેરમાં કરાયેલો GST નો વધારો પાછો ન ખેંચાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Related posts

ભાવનગર : સોનગઢ પોલીસ સ્ટેશનનાં હત્યાનાં ગુન્હામાં સજા ભોગવતાં વચગાળાની રજા ઉપરથી ફરાર પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

દાંતા ગરીબ પરિવાર એ પોતાની છત ગુમાવી ખુલ્લામાં રહેવા બન્યો મજબૂરી

samaysandeshnews

વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું ? વિદ્યાર્થીઓના” જીવ” પર જોખમ, જવાબદાર કોણ ?

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!