Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

બિલખામાં પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું આયોજન….

અગ્નિ અખાડાનાં સભાપતિ પરમ આદરણીય સરળ સ્વભાવ ઉમદા વ્યક્તિત્વ મુક્તાનંદ બાપુની વિશેષ ઉપસ્થિતિ

બિલખા રાવતેશ્વર ધર્માલયના ના મહંત શિવ ઉપાસક શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું

સંત સપૂત ને તુંબડા ત્રણેય નો એક સ્વભાવપણ તારે પણ બોલે નહિ હે એનો તાર્યા ઉપર ભાવ ભારત ની સંસ્કૃતિમાં સંતો નું આગવું સ્થાન છે ત્યારે સંતો સમાજને પોતાના ઉત્કૃષ્ઠ વિચારો આપી સમાજ સુધારક તરીકે ઉમદા કાર્ય કરતા હોય છે. બિલખા રાવતેશ્વર ધર્માલયના ના મહંત શિવ ઉપાસક અને થોડાં સમય પહેલાં જ શ્રાવણ માસમાં શિવ ની અલૌકિક ભક્તિ અને અનુષ્ઠાન કર્યું હતું એવા હરિયાણાના શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં ગોપાલાનંદ બાપુ ની ત્રીજી પુણ્યતિથિનું નિમિત્તે બિલખા ખાતે સાધુ સંતોના ભંડારાનું અને ભજન ભાવનું આયોજન કરવામાં આવ્યું હતું.ગોપાલાનંદજી બાપુએ અનાજ, ક્યારેય ગ્રહણ કર્યું ન હતું .૧૧૫ વર્ષની વયના ગોપાલાનંદજી બાપુએ સાધુ બન્યા બાદ ક્યારેય અનાજ, નમક ગ્રહણ કર્યું ન હતું. તેઓ ખોરાકમાં સાંબો, ગાયનું દૂધ અને ફળ જ લેતા હતા. ૧૦૦ વર્ષથી વધુ વય હોવા છતા તેઓની દ્રષ્ટિ, શ્રવણ શક્તિ, સતેજ હતી અને આરામથી હલન-ચલન કરી શકતા હતા..

સમગ્ર દેશમાં અનેક આશ્રમો અને અનુયાયીઓ ધરાવતા ગોપાલાનંદજી બાપુએ ૧૧૫ વર્ષની વયે બાપુએ અંતિમ શ્વાસ લીધો હતો.. ગોપાલાનંદબાપુના દેહવિલયથી સાધુ-સંતો તેમજ હજારો ભાવિકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.અને જૂનાગઢના ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતો, બાપુના અનુયાયીઓ, બિલખા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

ગોપાલાનંદ બાપુ ગિરનાર પર ગૌમુખી ગંગા ખાતે ૭૦ વર્ષની નવરાત્રીમાં કરતા અનુષ્ઠાન દર નવરાત્રીમાં ગોપાલાનંદજીબાપુ ગિરનાર પર આવેલી ગૌમુખી ગંગા ખાતે અનુષ્ઠાન કરતા હતા. છેલ્લા ૭૦ વર્ષથી તેઓ નવરાત્રી દરમ્યાન નિયમીત રીતે અનુષ્ઠાન કરતા હતા.પૂજ્ય ગોપાલાનંદ બાપુની ત્રીજી પુણ્યતિથિ પ્રસંગે અગ્નિ અખાડાનાં સભાપતિ પૂજય મુક્તાનંદ બાપુ ની વિશેષ ઉપસ્થિતિ અને નર્મદા થી પરમેશ્વરાનંદ બાપુ ઉપસ્થિતિ રહી હતી.ભારત ભરના સાધુ સંતો ,સેવકગણ ,અનુયાયીઓ, ની ઉપસ્થિતિમાં ભંડારો કરવામાં આવ્યો હતો.સાધુ સંતો ને ભેટ પૂજા પ્રસાદી આપવામાં આવી હતી અને રાત્રે જૂનાગઢ ગીર ઘરેણુ એવા લોકસાહિત્યકાર રાજભા ગઢવી ના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

HEALTH: મીઠાના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો; સારા સ્વાસ્થ્ય માટે મીઠાનું સેવન કેવી રીતે મેનેજ કરવું

cradmin

સહકાર ભવનનો ખાલી માળ બન્યો રાત્રે આવારા તત્વોનો અડ્ડો

samaysandeshnews

Crime: સુરતમાં મોજશોખ પુરા કરવાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ

cradmin

Leave a Comment

error: Content is protected !!