Samay Sandesh News
ગુજરાત

ભાજપના સાંસદની ચોંકાવનારી કબૂલાતઃ આખા ગુજરાતમાં વેચાય છે દારૂ, ઓડિયો ક્લિપ થઈ વાયરલ

[ad_1]

પાટણઃ  પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની કથિત ઑડીયો વાયરલ થઈ છે. ઑડીયોમાં ખુદ ભાજપનાં સાંસદ ભરતસિંહ ડાભી દારૂ મુદ્દે મોટો ખુલાસો કરી રહ્યા છે.  પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની વાત એક અરજદારે સાંસદને ફોન પર કરતા સાંસદે મોટી કબુલાત કરી હતી. 

સાંસદે કહ્યું  કે, આખા ગુજરાતમાં દારૂ વેચાય છે. ફોન પર અરજદાર બોલ્યા કે, બુટલેગરોનો હપ્તો સાંસદ સુધી જાય છે તે સાંભળી સાંસદ ગુસ્સે થયા હતા. સાંસદ બોલ્યા કે બે વર્ષ પછી છાંટો દારૂ પણ પાટણમાં નહીં મળે, આખા ગુજરાતમાં પણ દારૂ નહીં મળે. દારૂના અડ્ડાને લઈ બોલ્યા કે ચો હું ચાલે છે એ બધ્ધિ મને ખબર છે. પોલીસ ઉપર મોટા આરોપ દારૂ મુદ્દે પોલીસ ફૂટેલી એક્સન લેવા વાળાજ ફૂટેલા.

એકબાજુ ગુજરાત ભાજપનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાટણની મુલાકાતે છે તેવા સમયે જ ઑડીયો સામે આવ્યો. ખુદ ભાજપનાં સાંસદે દારૂબંદીની પોલ ખોલતા તેમજ આખા ગુજરાતમાં દારૂ વેચાય છે તેવી કબુલાત કરતા રૂપાણી સરકાર ઉઘાડી પડી છે.  પહેલા કોંગ્રેસ કહેતી હતી આખા ગુજરાતમાં દારૂ વહેંચાય છે, આજે ખુદ ભાજપના સાંસદ કહી રહ્યા છે આખા ગુજરાતમાં દારૂ વેચાય છે.

‘બાવળીયાએ કોળી સમજને તોડ્યો, મંત્રી બનવા જ ભાજપમાં જોડાયા, મંત્રી બનીને પોતાના ફાયદા માટે કામ કર્યું’

ગાંધીનગરઃ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની જવાબદારીમાંથી કુંવરજી બાવળીયા મુક્ત થયા પછી કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષના પદને લઈ વિવાદ વકર્યો છે. નવ નિયુક્ત અધ્યક્ષે કહ્યું બાવળીયાએ સમાજને તોડવાનું કામ કર્યુ, તેમની પ્રવૃત્તિ સંગઠન વિરોધી હતી. જ્યારે બાવળીયા કહે છે કે સમય આપી નહોતો શકતો એટલે પદમુક્તિ લીધી છે.

બીજી તરફ નવ નિયુક્ત અધ્યક્ષ અજીત પટેલે દાવો કર્યો છે. કુંવરજી મંત્રી બનવા જ ભાપજમા જોડાયા હતા. મંત્રી બનીને પોતાના લાભ માટે જ કામ કર્યુ. કુંવરજી બાવળિયાએ સમાજના ભાગલા પાડ્યા. સમાજના બંધારણ વિરુદ્ધ બાવળીયાએ કામ કર્યુ. 3 કાર્યકાળ પુર્ણ થયા બાદ કોરોનાના કારણે કુંવરજી બાવળીયાને એક વર્ષનું એક્સ્ટેશન અપાયુ હતુ. એક્સટેશનનો સમયગાળો પુર્ણ થતા પ્રમુખ પદ માટે ફરી દાવેદારી નોંધાવી નહોતી. કોળી સમાજની અજમેર ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારણીમાં હાજર નહોતા રહ્યા.

 

[ad_2]

Source link

Related posts

Election: મતગણતરી સ્થળ ખાતે પ્રવેશ, પાર્કીંગ અને મોબાઈલ ફોન લઈ જવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

samaysandeshnews

શહેરમાં ત્રણ દરવાજા,ત્રણબત્તી ચોક પાસે સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો

samaysandeshnews

નશાબંધી અને આબકારી નિયામકશ્રીના અધ્યક્ષપદે નશાબંધી પ્રચાર-પ્રસાર કાર્યક્રમનું આયોજન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!