સુરત માં ભારતીય પત્રકાર સંઘ (એઆઈજી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિક્રમ સેનનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રમુખ શ્રી હનીફ ચોથીયાનાં અધ્યક્ષપદે અને રાષ્ટ્રીય ખજાનચી – ગુજરાત રાજય પ્રભારી શ્રી જીજ્ઞેશ પી. જોષી, ગુજરાત મહિલા અઘ્યક્ષ શ્રીમતિ દક્ષા ભાવસાર અને સુરત જીલ્લાં અઘ્યક્ષ શ્રી દિપક ઈગળેનાં અતિથિવિશેષપદે એક અગત્યની મિટીંગનું આયોજન કવોલીટી રેસ્ટોરન્ટ, ગાંઘી બાગની પાછળ, મકકાઈ પુલ, નાનપુરા મુકામે થયું હતું. તા. ૨૪મી ને ગુરૂવારે બપોરે ૩-૦૦ વાગ્યાથી સાંજે ૫-૦૦ વાગ્યા દરમ્યાન યોજાયેલા આ બેઠકમાં ગુજરાત સચીવ શ્રી પ્રકાશ પટેલ સંજોગવશાત નહિ હાજર રહેતા તેમણે શુભેચ્છા પાઠવી હતી. ભારતીય પત્રકાર સંઘના સર્વે હોદ્દેદારો, સભ્યો, તેમજ ભાઈ-બહેનો, અને અનેક શુભેચ્છકો હાજર રહ્યા હતા.
દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ શ્રી કમલેશ પારેખે એમની લાક્ષણિક સુંદર શૈલીમાં કર્યું હતું. ગુજરાત અધ્યક્ષ શ્રી હનીફ ચોથીયાએ એમના આવકાર પ્રવચનમાં સંગઠન સાથે જાેડાયેલા સભ્યોને અને તેમબા પરિવારને જયારે તબીબી સેવાની આવશ્યકતા વેળા નવસારીની કેજલ લાઇફલાઇન અને મુલ્લા હોસ્પિટલમાા રાહતદરે ઉપયોગી થવાની સૌજન્યશીલ વાત કહી હતી. રાષ્ટ્રીય ખજાનચી – ગુજરાત રાજય પ્રભારી શ્રી જીજ્ઞેશ પી. જોષીએ કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે સંગઠનની પ્રવૃત્તિનો ચિતાર રજૂ કર્યો હતો.
ગુજરાત મહિલા અઘ્યક્ષ શ્રીમતિ દક્ષા ભાવસારે સંગઠનમા જે મહિલા પાંખ બનાવી હોવાથી સંગઠનને અને મહિલા પાંખને સહયોગ આપી વધુ મજબૂત બનાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં નવા આગંતુકોના નિમણુક પત્ર અપાયા હતા. ખાસ ઉપસ્થિત રહેલા પત્રકાર શ્રી ફરોખ રૂવાળા (બાવાજી)એ પ્રાસંગિક સંબોધનમાં પત્રકારો નીડરતાથી અને કોઈની શેહ-શરમમા અવ્યા વિના અને કોઇ પણ પ્રલોબન વગર પત્રકારત્વ ક્ષેત્રે કામ કરે એ વિશે જણાવ્યું હતું. ઉપરોકત મહાનુભાવો ઉપરાંત સૌજન્યશીલ શ્રી જમાલભાઈ રૈની, શ્રી નટુભાઇ પટેલ, શ્રીમતી અમિષાબેન રૂવાળા (માયાકુમાર), શ્રી બાલુભાઈ ગોંડલીયા, શ્રી મહેન્દ્ર સોની, શ્રીમતી કિરણબેન પ્રજાપતિ વગેરેનું પષ્પગુચ્છ આપી અભિવાદન કરાયું હતું. સુરત જીલ્લા અઘ્યક્ષ શ્રી દિપક ઈગળે આભારવિધિ બાદ રાષ્ટ્રગાન પછી પ્રત્યેક હાજરને હાઇ-ટી દ્વારા મીઠું મોં કરાવ્યું હતું.