Samay Sandesh News
ગુજરાતજામનગર

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ટ્રિપલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ વર્ષ થી નાસતા ફરતા આરોપી ને જામનગર શહેર માંથી પકડી પાડતી જામનગર સીટી “બી” ડિવિઝન પોલીસ

જામનગર જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ જામનગર શહેરમાં આવતા પ્રરપ્રાંતીય મજુરોની હીલચાલ પર નજર રાખવા બાબતે I / C પોલીસ અધિક્ષકશ્રી નીતેશ પાંડેય સાહેબની સુચના અને પોલીસ ઇન્સપેકટરશ્રી કે.જે.ભોયે સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી બી ડીવી પો.સ્ટે.ના પોલીસ સબ ઈન્સ્પેકટર સી.એમ.કાંટેલીયા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.સબ ઇન્સ . સી.એમ.કાંટેલીયા સાહેબ તથા પો.હેડ કોન્સ . ક્રિપાલસિંહ સોઢા તથા પો.કોન્સ . દેવેનભાઇ ત્રિવેદી ને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે મધ્યપ્રદેશ જીલ્લાના ભીંડ જીલ્લાના સુરપુરા પોલીસ સ્ટેશનના ગુન્હા રજી . નં . ૦૦૫૯/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૦૨ વિ . મુજબના ટ્રીપલ મર્ડર કેશમાં છેલ્લા પાંચ વર્ષથી મધ્યપ્રદેશ પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી અજયપાલસિંહ રાજુસિંહ ભદૌરીયા હાલ સુનીલ નામ ધારણ કરીને મજુરના વેશમાં જામનગર શહેરમાં આવેલ છે અને તે હાલ પંચવટી કોલોનીમાં ઉભેલ છે જે હકીકત આધારે આરોપી અજયપાલસિંહ ઉર્ફે સુનીલ રાજુસિંહ ભદૌરીયા ઉ.વ .૩૯ રહે . મુળ ચીલ્લોગા પોસ્ટ બીજોરા તા . અટેર થાના સુરપુરા જી . ભીંડ ( એમ.પી. ) વાળો હોવાનુ જણાવેલ . મજકુરની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ભીંડ જીલ્લાના સુરપુરા પોલીસ સ્ટેશનના ટ્રીપલ મર્ડર કેશમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હોવાનુ જણાવતા મધ્યપ્રદેશ પોલીસને જાણ કરી આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપી આપેલ છે .

Related posts

ફટાફટઃસોખડાના હરિપ્રસાદ સ્વામીજીના આજે અંતિમ સંસ્કાર, જુઓ મહત્વના સમાચાર

cradmin

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે.

samaysandeshnews

ચૈત્રી નવરાત્રી હિન્દુ સંસ્કૃતિનું મહત્વ અને વિશેષ અનુષ્ઠાન કરતા લીમધ્રાના રામદાસ બાપુ

cradmin

Leave a Comment

error: Content is protected !!