Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

માહિતી જાણવા RTI કરી તો નિયામકે અરજદાર ને જ ગુનેગાર ઠેરવવા નો પ્રયાસ

માહિતી જાણવા RTI કરી તો નિયામકે અરજદાર ને જ ગુનેગાર ઠેરવવા નો પ્રયાસ

જૂનાગઢ સક્કરબાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો અરજદારનો આક્ષેપ , સાચી માહિતી મેળવવા માટે RTI કરી તો અધિકારીએ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક દ્વારા જંગલી પ્રાણીઓ તથા જળચર પ્રાણીઓને આપવામાં આવતા ખોરાક માં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની માહિતી જૂનાગઢના અનુ.જાતિ ના યુવા આગેવાન નિખિલ ચૌહાણ ને મળી હતી જે અંગે સાચી માહિતી મેળવવા નિખિલ ચૌહાણ દ્વારા સક્કરબાગ ઝુ ને અનુલક્ષીને એક RTI અરજી આપવામાં આવી હતી જે અરજી થી ઉશ્કેરાઈ જઈ સક્કરબાગ ઝૂ ના નિયામક દ્વારા 60 કલાક પછી નિખિલ ચૌહાણ વિરૂદ્ધ પોલીસમાં અરજી કરતા મામલો ગરમાયો હતો. જેના પગલે આજે નિખિલ ચૌહાણ દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુ. જાતિ સમાજના આગેવાનો તથા બહુજન વિકાસ ફોજ ના આગેવાનોને સાથે રાખી ને જૂનાગઢ કલેકટર , જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તથા મુખ્ય વન સંરક્ષક ને આવેદન આપી આ મામલે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી.જુનાગઢ જિલ્લાનાં સમસ્ત અનુ . જાતી સમાજ દ્વારા કલેકટર એસ.પી તેમજ વન વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જુનાગઢ પ્રાણી સંગ્રહાલયનાં નિયામક ધ્વારા જુનાગઢ પ્રાણી સંગ્રહાલયનાં જંગલી પ્રાણીઓ તથા જળચર પ્રાણીઓને આપવામાં આવતા નોનવેજ ખોરાકમાં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયો છે . અને જિલ્લાનાં ફોરેસ્ટ વિભાગનાં શિર્ષસ્થ અધિકારીઓના આશિર્વાદથી આ નિયામક ને જાણે કોઈ પુછનાર જ ન હોય તેવું વર્તન આમ નાગરીકો સામે કરી રહયા છે.અને સરકારી કર્મચારી હોવા છતાં અબજો રૂપિયાની બેનામી સંપતિ ફંડબીલમાંથી લાખોની કટકી કરીને એકઠી કરેલી છે .જે અધિકારી બાબતની માહિતી મેળવવા માટે અનુ.જાતી સમાજનાં યુવા આગેવાન નિખીલ ચૌહાણ ધ્વારા આર.ટી.આઈ.મુજબ અરજી કરતાં તેમના વિરૂધ્ધ ઉશ્કેરાઈ જઈને ખોટી ફરીયાદ ૬૦ કલાક પછી આ નિયામક ધ્વારા કરવામાં આવી છે . આ નિયામક પાસે માંગેલ માહિતી જો નિયામક આપે તો તેનો ભ્રષ્ટાચાર ખલ્લો પડી જાય તેમ છે . જેથી આ બાબતે સમસ્ત અનુ.જાતિ સમાજ – જુનાગઢની માંગણી છે કે , આ સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસ નીમવામાં આવે.

Related posts

જામનગર : ગુજરાત સરકારનો અભિનવ અભિગમ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના

samaysandeshnews

જામનગર : 8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ

samaysandeshnews

Election result: ભાજપનાં જીતેલા ઉમેદવારોની યાદી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!