આગામી તા.૩ એપ્રિલ રવિવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે
મુખ્યમંત્રીશ્રી ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર “માં નું તેડુ” દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે
જામનગર તા.૦૧ એપ્રિલ, આગામી તા.૦૩/૦૪/૨૦૨૨ રવિવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાનાં પ્રવાસે પધારનાર છે. જેમાં તેઓ જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર- સિદસર ખાતે સવારે માતાજીના દર્શન કરશે.
ત્યારબાદ ઉમિયાધામ સિદસર ખાતે યોજાનાર ઉમિયા માતાજીના “માં નું તેડુ” દશાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમત્રીશ્રીની સાથે આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી બ્રીજેશભાઇ મેરજા, ઉમિયા માતાજી મંદિર સંસ્થાન-ઊંઝાના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, પદ્મ શ્રી મથુરભાઈ સવાણી, સરદારધામ અમદાવાદના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરીયા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વેલજીભાઈ શેટા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.