મોરબી મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ ડૉ. શબનમ બેન શાહ મદારMBBS
મોરબી: મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તાર નજીક રહેતા શાહ મદાર સમાજના પ્રમુખ મજલુમશા એ. શાહમદર(બાબુભાઇ) ની દીકરી શબનમ બેન એ કચ્છ-ભુજમાં આવેલ ગુજરાત
અદાણી ઈન સ્ટય્યુટ ઓફ મેડિકલ સાયન્સ માં સાડાચાર વર્ષ સુધી મેડિકલ ક્ષેત્રે શૈક્ષણિક પ્રાપ્ત કરી ડૉ. શાહ મદાર શબનમ બેન(MBBS) એ સમગ્ર ફકીર સમાજનું ગૌરવ સાથે મોરબી મુસ્લિમ સમાજનું ગૌરવ બન્યા છે જે હજુ ઇન્ટર્નશીપ ની તાલીમ પ્રાપ્ત કરવા 1 વર્ષ સુધી સંઘર્ષ કરી પ્રેક્ટિકલ ટ્રેનિંગ તેમજ મેડિકલ ટ્રેનિંગમાં પરિપકવ થવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજના લોકો ડૉ. શબનમ બેન શાહ મદાર ને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે અત્રે નોંધનીય છે કે તેમના
મહુમ અલારખુશા શાહ મદાર નું સપનું હતું કે તેમના દીકરા દીકરી ડોક્ટર બને તે સપનાને સાકાર કરવા માટે તેમના પિતા કે તેમની દીકરી પરિસ્થિતિને ધ્યાને રાખી ના બન્યા તે માટે દીકરા મજલુમશા એ પોતાની દીકરી શબનમ બેન ને ડોક્ટર બનાવી પિતાનું સપનું સહકાર કર્યું છે દાદાની આશાઓ ની કિરણો નો પ્રકાશ મોરબી મુસ્લિમ સમાજમાં અને સમગ્ર ગુજરાત ફકીર સમાજમાં આપ્યો છે જેથી તેઓને સર્વે સમાજના લોકો અભિનંદન પાઠવ્યા છે ત્યારે હર્ષના આંસુ પિતા શાહમદરમજલુમશા(બાબુભાઇ) ને દીકરી દીકરો એક સમાન નું ગૌરવ થી ગુંજી ઉઠયું છે બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્રોચાર સાથે સરકાર દીકરીઓને આગવું સ્થાન આપવામાં આવી રહી છે ત્યારે મુસ્લિમ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે દીકરીઓ પણ વિકાસની દિશામાં આગળ વધી છે જે ડોક્ટર શબનમ બેન શાહ મદાર સમગ્ર સમાજ નું ગૌરવ સાથે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ આપી પ્રગતિના પથ પર સફળતાઓ ની સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા હદયપૂર્વક સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ શાહ મદાર સમાજના સમાજ ચિંતકો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા છે