Latest News
દ્વારકા નગરપાલિકાની કાર્યવાહી ફરી વેળા ચર્ચામાં: હાથીગેટથી હોમગાર્ડ ચોક સુધી લારીઓ-ગલ્લાઓ હટાવાયા, વેપારીઓમાં રોષની લાગણી ચાણસ્મામાં આંતરરાજ્ય બેગ ચોરી ગેંગ ઝડપાઈ: બાળકનો ઉપયોગ કરીને ગુનાઓ આપતી હતી અંજામ, 6 સક્ષ ઝડપાયા લાખાબાવળમાં ગૌચર જમીનમાં પલોટીંગ કરીને વેચાણ કર્યાનો ભાંડો ફૂટ્યો: ત્રણ આરોપીઓ ઝડપાયા, પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ જામનગર જિલ્લાના તમામ ૫૮૫ પુલોની તાત્કાલિક ચકાસણી પૂર્ણ: ૬ પુલ ભારે વાહન માટે બંધ, તંત્ર દ્વારા મુસાફરોને વૈકલ્પિક રૂટ અપનાવાની અપીલ મુખ્યમંત્રીના જન્મદિવસે બીજેપીએ કર્યુ સેવા કાર્ય: દર્દીઓને ભોજન અને ફળ વિતરણથી ઉજવાયો ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ ગુજરાતમાં બીજો અને દેશમાં ૧૧મો શ્રેષ્ઠ એરપોર્ટ: ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં જામનગર એરપોર્ટનો ચમકદાર દેખાવ

રાજકોટ ગૌચર જમીન કૌભાંડનો મામલો વડાપ્રધાનના આદેશને ઘોળીને પી ગયા બાદ હવે ફરી વખત કેન્દ્રીય ન્યાય મંત્રાલયમાં પહોંચ્યો

છેલ્લા અઢી વરસ થી ગૌચર જમીન ના ગેરકાયદેસર દબાણ ઉપર લડાઈ લડતી મિશન માતૃભૂમિએ રાજકોટ જિલ્લાનું કૌભાંડના ખુલાસા કર્યા હતા.


વધુમાં જાણકારી મુજબ મિશન માતૃભૂમિના કહેવા મુજબ રાજકોટ જિલ્લાનું ૨૦૨૩ માં કાર્યવાહીના સ્પષ્ટ આદેશ આપ્યા હતા પરંતુ સ્થાનિક જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએથી કોઈ કાર્યવાહી થયેલ ન હતી ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી અને રાષ્ટ્રપતિ શ્રી ને ફરિયાદો દાખલ કરાઈ હતી તેમાં પણ કાર્યવાહી ન કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાની ગૌચર જમીનની કાર્યવાહી માટે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને બે બે વખત સ્પષ્ટ આદેશ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સસ્પેન્ડ અને કઠોર કાર્યવાહી કરવા માટે મિશન માતૃભૂમિએ હવે ન્યાય મંત્રાલયનો દરવાજો ખટખટાવ્યો છે …

મહત્વનું છે કે જ્યારે રાજકોટ જિલ્લા અને ગુજરાતમાં ભાજપનું શાસન હોય અને તેવામાં વડાપ્રધાન અને અમિત શાહ જેવા કેન્દ્રીય નેતાઓના નામથી જ્યારે જીત હાંસિલ કરી હોય તેવામાં ખુદ નરેન્દ્ર મોદી સાહેબે સ્પષ્ટ આદેશ કર્યા હોવા છતાં અને અંગત સૂચના અને લક્ષ્ય લઈ અને કાર્યવાહી કરવાના કહેવામાં આવ્યું હોય ત્યારે રાજકોટ જિલ્લામાં એક પણ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આદેશનું પાલન કરવામાં આવ્યું ન હતું જેથી કહી શકીએ કે વડાપ્રધાન ના આદેશનું સ્થાનિક અધિકારીઓ ઘોળીને પી ગયા હતા અને જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ભુમાખીયાઓને બચાવવાના મરણિયા પ્રયાસ થઈ રહ્યા છે અને ગૌચર જમીન મોટાભાગની ગેરકાયદેસર દબાણ કબજાઓ અને માટીના ખંડન વિરુદ્ધમાં હવે મામલો કેન્દ્રીય ન્યાય મંત્રાલય માં ગયો છે…

આ સાથે મિશન માતૃભૂમિ સ્પષ્ટ કહ્યું હતું કે અમારે કોઈ પણ રાજકારણમાં રસ નથી અને અમારે કોઈ રાજકારણ રમવું નથી પણ સ્થાનિક નેતાઓની મિલીભગતથી ચાલતા ગૌચર કૌભાંડમાં ના કારણે સ્થાનિક પશુધન અને પ્રાણીઓ મોટા પ્રમાણે હેરાન થઈ રહ્યું છે……


મિશન માતૃભૂમિ મોટી પરબડી અને ભાડેર ની ગૌચર જમીન ખાલી કરવાના પણ ફરિયાદો દાખલ કરી હતી પરંતુ ત્યાં પણ ધોરાજીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા એવા લલિત વસોયાએ ગૌચર જમીનની કાર્યવાહીના માં અડચણ ઊભી કરી હતી જેના પણ આક્ષેપ મિશન માતૃભૂમિ દ્વારા કરવામાં આવ્યા છે મિશન માતૃભૂમિ તેમ પણ કહ્યું હતું કે હાલમાં ડિમોલેશન બાબતે સરકારની કાર્યવાહી માં હસ્તક્ષેપક કરતા નેતાઓને કહ્યું હતું કે જો ડિમોલેશન કાર્યો અને એટલી પણ તકલીફ થતી હોય તો કાં તો તમારા સર્વે નંબર આપી દો અથવા તો સરકારશ્રીની યોજનાઓનો લાઈવ લઈ શકાય છે પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે ગૌચર જમીન અને સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ ચાલી રહી છે અને જ્યારે સ્થાનિક કક્ષાએ પ્લોટીંગ ની માંગણી કરી તેમાં મકાન કે રહેણાંક વિસ્તાર બનાવી શકાય છે પરંતુ મોટાભાગના વ્યક્તિઓએ એવું ન કર્યું..

અને માંગણી કરવામાં ન આવી પરિણામ સ્વરૂપ ગૌચર જમીન અને સરકારી ખરાબ આમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે મકાન બનાવી દેવામાં આવ્યા છે આમ જોવા જઈએ તો જ્યારે પ્લોટ ફાળવવાની વાત હોય ત્યારે મફતના ભાવમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપે છે પરંતુ એનો કોઈ લાભ લેતું નથી અથવા લેવા તૈયાર નથી અને ગેરકાયદેસર રીતે મકાન કે રહેણાંક બનાવી દે છે ત્યારે ડિમોલેશન કાર્યવાહી થવાની છે.

મિશન માતૃભૂમિએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ગૌચર જમીનમાં કાર્યવાહીમાં કોઈ હસ્તક્ષેપ ન કરે જો સ્થાનિક લેવલના નેતાઓ દ્વારા કોઈપણ જગ્યાએ ગૌચર જમીનની કાર્યવાહી કે તંત્રની કાર્યવાહીમાં અડચણ ઊભી કરશે તેના પુરાવા સહિત પરિણામ ભોગવવા માટે સ્થાનિક લેવલના નેતાઓ તૈયાર રહે તેવું પણ સ્પષ્ટ કહ્યું હતું…અને ગૌચર જમીન કાર્યવાહીથી રાજકાર દુર રહે બાકી કયા નેતા એ ક્યા શું કર્યુ છે એ તમામને ખબર છે જ…એટલે ગૌચર જમીન સીવાઈ ગમે ત્યા રાજકારણ રમો મીશન માતૃભુમિને વાંધો નથી..પણ ગૌચર જમીન ખાલી કરવા બાબતથી દુર રહેવુ તમામ નેતાઓ માટે હીતાવહ રહેશે તેવું મિશન માતૃભૂમિનાં હરીશ રાવતે સ્પષ્ટ જણાવ્યું હતું….

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?