આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા કરાયેલી “વિશ્વ આરોગ્ય દિન”ની ઉજવણી
જિલ્લા પંચાયતના ૧૧૦થી વધુ અધિકારીઓ-કર્મચારીઓએ લીધેલો આરોગ્ય કેમ્પનો લાભ
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા “વિશ્વ આરોગ્ય દિન” ની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સાતમી એપ્રિલે “વિશ્વ આરોગ્ય દિન”ની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે ૭ મી એપ્રિલ- ૨૦૨૨ ના વિશ્વ આરોગ્ય દિનનું સુત્ર હતું-“આપણો ગૃહ, આપણું સ્વાસ્થ્ય”
રાજકોટ જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર વગેરે સ્થળોએથી આ વિષયને અનુરૂપ લોક જાગૃતી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં ડાયાબીટીસ, બી.પી. સી.બી.સી અને કોલેસ્ટ્રોલ વગેરે પ્રાથમિક તપાસનો ખાસ કેમ્પ યોજાયો હતો તથા યુવા ચર્ચા, લધુશિબિર, ગુરૂશિબિર, સેમિનાર, પ્રદર્શન, રેલી, ભીતસુત્રો, વોલ પેઇન્ટિંગ જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આબોહવા પરિવર્તન, પર્યાવરણીય મુદ્દાઓ અંગે જાગૃતિ અભિયાન, રોગચાળાનું સંચાલન, ગ્રીનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને પ્રતિબદ્ધ કરવા માટે તમામ ક્ષેત્રોનો સમાવેશ કરવો વગેરે બાબતો પ્રત્યે આ કેમ્પમાં જાણકારી આપવામાં આવી હતી.
શાળા અને કોલેજોમાં આહાર સુરક્ષા સંબંધિત શૈક્ષણિક કાર્યક્રમો તેમજ વાર્તા નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.
આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરી સારવાર મેળવેલ વ્યક્તિઓની ટેસ્ટીમોનિયલ, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય વિષયક જાગૃતિ માટે લોકલ કલાકાર દ્વારા પ્રદર્શન, સોશિયલ મીડિયા પોસ્ટ, સેમિનાર, ગુણવતા સભર આરોગ્ય સેવા પુરી પાડવા માટે લેવાયેલ પગલાની જાણકારી આપવી વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. શાળા અને કોલેજમાં સુરક્ષા સંબંધિત શૈક્ષણિક કાર્યક્રમો તેમજ વાર્તાલાપો, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટર, બેનર્સ, પત્રીકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની વિવિધ શાખાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ માટે નિરામય રોગ નિદાન કેમ્પ યોજાયેલ જેમાં બપોરના ૨.૦૦ વાગ્યા સુધીમાં કુલ-૧૧૦ લાથીઓએ લાભ લીધો હતો.