જામનગરના ખ્યાતનામ ભોલેશ્વર મહાદેવના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ૨૧ વર્ષથી કેમ્પનું આયોજન કર્યું જયશ્રી ભોલેનાથ બાપા મિત્ર મંડળ દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યમંત્રી હકુભા જાડેજાએ પોતાના હાથે ફરાળી ચિપ્સ બનાવી પદયાત્રીઓને પ્રસાદીરૂપે અર્પણ કરી હતી.
જામનગરથી લોકો શ્રાવણ માસના રવિવારે રાત્રીના પગપાળા દર્શન કરવા જવા માટે નીકળે છે અને વહેલી સવારે ભોળેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચી અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે,ત્યારે ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે દરવર્ષ જયશ્રી ભોલેનાથબાપા મિત્રમંડળના પરેશભાઈ દોમડીયા, જયેશભાઈ દોમડીયા અને મુન્નાભાઈ વસીયર સહિતની ટીમ દ્વારા પગપાળા જતા ભાવિકો માટે રસ્તામાં ફરાળી ચીપ્સના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.