Samay Sandesh News
ગુજરાત

રાષ્ટ્રીય શોકના એલાનથી ખોડલધામ મંદિરના દ્વાર પર ફકરી રહેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવ્યો

ખોડલધામ દેશનું પ્રથમ મંદિર જ્યાં ધર્મ ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે

લતાજીને શ્રદ્ધાંજલિ:રાષ્ટ્રીય શોકના એલાનથી ખોડલધામ મંદિરના દ્વાર પર ફકરી રહેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવ્યો

  • ખોડલધામમાં અડધી કાઠીએ ફરકાવેલો રાષ્ટ્રધ્વજ.

ખોડલધામ દેશનું પ્રથમ મંદિર જ્યાં ધર્મ ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે

ભારત રત્ન અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું આજે નિધન થતા દેશ આખા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. લતા મંગેશકર ના નિધન પર બે દિવસના રાષ્ટ્રીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે રાષ્ટ્રીય શોક જાહેર થતા તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. જેને લઈને લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક ખોડલધામ મંદિરના દ્વાર પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

  • રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેશનું પ્રથમ ખોડલધામ મંદિર
    ખોડલધામમાં ધર્મની ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ વર્ષના 365 દિવસ ફરકી રહ્યો છે. ધર્મની ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેશનું પ્રથમ મંદિર હોય તો તે ખોડલધામ છે. ખોડલધામમાં દર વર્ષે સ્વતંત્રા દિવસ અને પ્રજાસત્તાક દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય શોકમાં સામેલ થઈને રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. બે દિવસ સુધી ખોડલધામમાં રાષ્ટ્રીયધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

Related posts

ધાડ સાથે લૂંટ કરવાના ઇરાદે પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરતા છ ઈસમો ને પકડી પાડી ગંભીર પ્રકારના ગુન્હો બનતો અટકાવતી શાપર વેરાવળ પોલીસ.

samaysandeshnews

અમરેલી : રાજુલા પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ 

cradmin

સુરત માં હુનર હાટમાં જવારાની જ્વેલરી બની આકર્ષણનું કેન્દ્ર

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!