ડાયાબીટીસ વિષે જાગૃતિ ને અનુલક્ષી તા. ૨૯-૦૯-૨૦૨૧ ના રોજ સમગ્ર ભારત દેશ માં રોટરી-ઇન્ડિયા દ્વારા “વન નેશન-વન ડે-વન મીલીયન” ની:શુલ્ક બ્લડ-સુગર ટેસ્ટ કેમ્પ નું આહવાન કરવામાં આવેલ. એકજ દિવસ માં મહત્તમ ની:શુલ્ક બ્લડ-સુગર ટેસ્ટ ના આ પ્રયાસ નું નિરીક્ષણ એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા હાથ ધરાયેલ. આ પ્રોજેક્ટ અંતર્ગત તા. ૨૯-૦૯-૨૦૨૧ ના રોજ રોટરી ક્લબ ઓફ જામનગર છોટી-કાશી દ્વારા લખોટા લેઈક ગેઈટ નંબર-૧ પાસે સવાર ના ૬.૦૦ થી ૯.૦૦ કલાક દરમ્યાન બ્લડ-સુગર ટેસ્ટ નું આયોજન કરવામાં આવેલ.
જેમાં વયસ્કો અને બાળકો ના કુલ ૨૨૦ સ્પોટ નિ:શુલ્ક ટેસ્ટ કરવામાં આવેલ. જેમાં બ્લડ-સુગર ના નિર્ધારિત ધોરણ મુજબ ૧૫૧ સ્વસ્થ અને બાકી ડાયાબીટીક અને હાઈ-રિસ્ક ડાયાબીટીક પેશન્ટ ને ડો. અમિત ઓઝા દ્વારા ડાયાબીટીસ ના નિદાન અર્થે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા રો. પ્રેસીડન્ટ સાગર શાહ, સેક્રેટરી અલ્પેશ ઉપાધ્યાય, પ્રોજેક્ટ ચેર ડો. અમિત ઓઝા, હમીરભાઈ ઓડેદરા અને રોટ્રેકટ પ્રેસીડન્ટ યશ ચાવડા, સેક્રેટરી ખુશલ બથીયા તેમજ રોટરી અને રોટ્રેકટ ક્લબ છોટી-કાશી ના મેમ્બર્સ દ્વારા જહેમત ઉઠાવેલ.