Latest News
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો માનવીય અભિગમ: 26 મૃતકોની અંતિમ વિધિ શ્રદ્ધાપૂર્વક સંપન્ન, ધાર્મિક વિધિઓનો કર્યો સન્માન ગુજરાતના રસ્તાઓ ફરી એકવાર વરસાદમાં ધોવાઈ ગયા: તંત્ર સામે જનતાનો ફાટકો, મોરબીમાં સનાળા રોડ પર ચક્કાજામ વર્ષોથી અવગણાતા ગંભીરા બ્રીજનો દયનીય અંત: મહીસાગર નદીમાં પડ્યા વાહનો, અણઘટના સર્જાતા અરેરાટી જામનગર બનશે ભારતનું ‘સિલિકોન વેલી’: મુકેશ અંબાણીએ નવો વિઝન મૂકતાં રિલાયન્સ લાવશે AI ક્રાંતિ, 50 લાખ કરોડ રૂપિયાનો આંકો પારે તેવી શક્યતા સંત સરોવર ડેમ ભરાવાની ધબકત વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચેતવણી: સાબરમતી નદીના કિનારે ન જવા સ્પષ્ટ અપીલ જામનગરમાં સ્વામી મહારાજ ઓવર બ્રિજ પર વીજ પોલ અર્ધતલે નમ્યો : વરસાદી માહોલમાં અકસ્માતની દહેશત, તંત્ર ચુપ

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ

વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામની 205મી જન્મજયંતી ઉજવાઈ

વઢવાણ અસ્મિતા મંચના યુવા આગેવાનો દ્વારા દલપતરામની જન્મ જયંતીની ઉજવણીનુ કરાયું હતું આયોજન.

દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય તેમજ વઢવાણ ને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની કરાઈ માંગ!

સુરેન્દ્રનગર વઢવાણના પનોતા પુત્ર કવીશ્વર દલપતરામ ના 205જન્મજ્યંતી ની ઉજવણી વઢવાણ અસ્મિતા મન્ચ દ્વારા કરાયી હતી વઢવાણ દલપત બાગમાં સૌ પ્રથમવાર દલપતરામની નવી પ્રતિમાને ફુલહાર કરાયા હતા.

આ તકે વઢવાણમાં દલપતરામના તમામ સાહિત્યનું પુસ્તકાલય ઇતિહાસ સ્થળોનું મ્યુઝિમ બનાવી વઢવાણને પ્રવાસ પ્રયટક જાહેર કરવાની માંગ કરાયી હતી.


વઢવાણ માં તા.૨૧જાન્યુઆરીને ૧૮૨૦માં દલપતરામનો જન્મ થયો હતો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર પ્રથમ આવતા કવિ. અર્વાચીન ગુજરાતી કવિતાની એક વિશિષ્ટ પરંપરા દલપતરામથી બંધાઈ નવીન પરિબળોના સબળને લોકપ્રિય માધ્યમ તરીકે કવિતાની પ્રતિષ્ઠા દલપતરામે સ્થાપી આપી હતી.

વિદ્યાવૃદ્ધિ, સમાજસુધારા તથા ધર્મ, નીતિ, સદાચાર અને વ્યવહારુ ડહાપણનો બોધ તેમનું જીવનકાર્ય હતું. એ જીવનકાર્યના સાધન તરીકે તેમણે કવિતાનો ઉપયોગ જિંદગીભર કર્યો હતો.


ગુજરાતી કવિતાને દલપતરામે લોકોની નજીક લાવી મૂકી હતી તેટલી નજીક પછીથી કવિતા બહુ ઓછી વાર આવી શકી છે. ભાષાની ઝડઝમક અને કથનની ચતુરાઈ તેમની કવિતાનાં મહત્ત્વનાં અંગ બની રહ્યાં.

નીતિશુદ્ધ (puritan) વિચારશ્રેણી એ દલપતકાવ્યનું બીજું લક્ષણ.હતુ અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમય સુધી દલપતશૈલીની અસર રહી છે. દલપતરામ જેમ સંસ્કારશિક્ષક હતા તેમ કવિતાશિક્ષક પણ હતા.

અર્વાચીન ગુજરાતી ગદ્યનું પ્રથમ ખેડાણ કરનાર તરીકે પણ દલપતરામનો નિર્દેશ થાય છે. નિબંધલેખક તરીકે ગદ્યને તેઓ પોતાના વ્યક્તિત્વનો સ્પર્શ નહિ જેવો જ આપી શક્યા છે.

આમ, અનેક દિશાઓમાં પહેલ કરીને દલપતરામે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પરંપરા બાંધી આપવાનું ઇતિહાસપ્રાપ્ત કર્તવ્ય બજાવ્યું છે ત્યારે દલપતરામ ની ૨૦૫મી જન્મજ્યંતીની ઉજવણી વઢવાણ અસ્મિતા મન્ચ અને વર્ધમાન વિકાસ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કરાયી હતી.

આ તકે અમિતભાઇ કંસારા, અસવાર દશરથસિંહ, રાજુદાન ગઢવી, દલવાડી ઠાકરશીભાઈ ભગવતીભાઈ, અશોકભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહયા હતા.


આ તકે વઢવાણ દલપતરામ બાગ માં સૌ પ્રથમવાર નવી પ્રતિમાને ફૂલહાર કરાયા હતા આ પ્રંસગે વઢવાણ માં ઇતિહાસિક વારસા માટે મ્યુઝિમ બનાવા ની માંગ કરાયી હતી. આ ઉપરાંત દલપતરામના તમામ સાહિત્યના વાંચન માટે પુસ્તકાલય બાગમાં કરવા લાગણી વ્યક્ત કરાયી હતી જયારે વઢવાણ ને પ્રવાસ અને પ્રયટક નગર તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?