Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

વાહ તંત્ર વાહ… કમિશ્નરે પણ કરી દીધા હાથ અધ્ધર

” બોલો લ્યો ” શહેરમાં સિલ મારવા નીકળેલી મનપા બિલ્ડિંગ પાસે જ બિ.યુ સર્ટિ નથી

મને નથી ખબર કઈ ,તમારે જેને બીજા ને પૂછવું હોય એને પૂછો : રાજેશ તન્ના ( મનપા કમિશ્નર)

“મનપા રાજ ને ડોકટર,વેપારી ,અને બિલ્ડરો દુઃખી” સિલ મારવા નીકળેલી મનપા ની બિલ્ડિંગ પાસે જ બિ.યુ સર્ટિ ના હોવાની ચર્ચાએ પણ જૂનાગઢ ની પ્રજામાં અનેક સવાલો ઉભા કર્યા છે તો મનપાની આ મેલી મુરાદ અને અચાનક કામગીરી કરવાનું ભૂત ચડતા મનપાને બિ.યુ અને ફાયર સર્ટિ યાદ આવતા અધિકારીઓને સિલ મારવાનો શોખ જાગ્યો છે પરંતુ જુનાગઢમાં અડીખમ ઉભેલી ગેરકાયદે બિલ્ડિંગોમાં જાણે કે હાથ નાખતા દઝાય જાય એવું લાગી રહ્યું છે.260 (2) ની નોટિસો ઇસ્યુ થઈ હોવા છતાં પોતે કરેલી ભૂલો ને કારણે ગેરકાયદે ઊભી બિલ્ડિંગોમાં પગ ન મૂકી શકતા હોય તેવું લાગી રહ્યું છે.બીજી તરફ મનપા ના આ કાર્ય થી ડોકટરો વેપારીઓ અને બિલ્ડરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે પોતાના ધંધા રોજગાર બંધ રાખી મનપા ની મેલી મુરાદનો ભોગ આ લોકો ક્યાં સુધી બનશે તે આવનારો સમય જ નક્કી કરશે.બીજી તરફ જણવવા મળી રહ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાદ જૂનાગઢ મનપા તંત્ર દ્વારા બી.યુ. સર્ટીફીકેટ અને ફાયર એન.ઓ.સી. વગરના હોસ્પિટલો સીલ કરવામાં આવી રહ્યું છે.ત્યારે તબીબો હેરાન પરેશાન થઈ રહ્યા છે.અને ડોકટરોએ બહાર ઓપીડી શરૂ કરવી પડી અને રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી આપતા મામલો ગરમાયો છે.બીજી તરફ ભાજપના કોર્પરેટર સંજય કોરડિયાએ મનપા કમિશ્નર ને પત્ર લખી જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં મોટાભાગના કોમર્શીયલ બિલ્ડીંગો બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. વગર ના હોય અને આ બાબતે હાઈકોર્ટે મહાનગરપાલિકાના કમિશનર નો ઉધડો લેતા મહાનગરપાલિકાનું તંત્ર હવે સફાળું જાગ્યું છે આવા ગેરકાયદેસર બિલ્ડિંગો હોસ્પિટલો શાળા-કોલેજ દુકાનો એપારમેન્ટ સીલ કરવાની કામગીરી પાંચેક દિવસથી શરૂ કરી છે પરંતુ તેમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનું તબીબોએ આક્ષેપ કર્યા છે મોતી બાગ નજીક આવેલ બાલાજી એવન્યુ સીલ કરતા આજે હોબાળો મચી ગયો હતો.

હાઈકોર્ટના નિયમ મુજબ ગેરકાયદે ઉભેલી બિલ્ડિંગો માટે 260 (2) ની નોટિસો ઇસ્યુ થઈ હોવા છતાં મનપા દ્વારા કેમ કોઈ પગલાં નથી ભરાતા : સંજય કોરડિયા(કોર્પોરેટર..ભાજપ) અને શાસકપક્ષના અને વિરોધ પક્ષના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને જો મહાનગર પાલિકાનું તંત્ર પોતાનું વલણ ન બદલે તો સીલ તોડી કાયદો હાથમાં લેવાની ફરજ પડશે તેવું પણ જણાવ્યું હતું.જ્યારે શાસકોએ મહાનગર પાલિકાના અધિકારીઓને ઉધડો લેતા અધિકારીઓએ ચાલતી પકડી હતી અને મામલો થાળે પડ્યો હતો શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે જૂનાગઢના ૮૦ ટકાથી વધુ બિલ્ડિંગો પાસે બી.યુ.સર્ટીફીકેટ નથી આજ સુધી મહાનગરપાલિકા આ અંગે કેમ કોઈ કાર્યવાહી ન કરી અને હવે રહી રહીને કાર્યવાહી કરી, બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તબીબો જેવા લોકો પણ બી.યુ. સર્ટિફિકેટ ગેરકાયદેસર હોસ્પિટલો શરૂ કરી તેની પણ ભારે ટીકા થઇ રહી છે….

Related posts

ગુજરાત ના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ….

samaysandeshnews

વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો, વાવેતર નિષ્ફળ જવાની ભીતિ…

samaysandeshnews

દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિ ઉજવણી કરાઇ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!