મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા. વીરપુરમાં આવેલા ભોમેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતા મહિલા પાસે ૪૦ રૂપિયાની ઉઘરાણી કરી પાંચ શખ્સોએ મહિલા ઉપર હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વીરપુરમાં ભોમેશ્વર મહાદેવ મંદિર પાસે ફાટક નજીક રહેતા જયાબેનરાણાભાઈ ચૌહાણ નામના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાતેક વાગ્યાના અરસામાં રણજીતગીરી અજાણ્યા પાંચ શખ્સો સાથે જયાબેન ચૌહાણના ઘરે ધસી આવ્યો હતો ધસી આવેલા શખ્સોએ પ્રોઢા ઉપર લાકડી વડે હુમલો બેફામ માર હતો હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જયાબેન ચૌહાણને તાત્કાલિક સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વીરપુર પોલીસને જાણ કરી થતા વિરપુર પોલીસ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવી હતી પ્રાથમિક પૂછપરછમાં જયાબેન ચૌહાણ પાસે હુમલાખોર રણજીતગીરી ૪૦ રૂપિયા માંગતોતેની ઉઘરાણી કરવા ગયો હતો ત્યારે જયાબેન ચૌહાણે અત્યારે મારી પાસે નથી પછી આપી દઈશ તેમ કહેતા રણજીતગીરી ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રૌઢાને ગાળો ભાંડી હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે વીરપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે .