સરકારી અધ્યયન મંદિર ધ્રોલ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ના પૂર્વ તાલીમાર્થી સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો જેના માર્ગદર્શક તરીકે પ્રફુલ્લ બા જાડેજા અને કન્વીનર તરીકે ચંદ્રકાંત ખાખરીયા તેમજ આયોજક
Samay Sandesh News
ગુજરાતજામનગર

શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યા વિના પણ શૈક્ષણિક સંસ્થાઓ થકી શિક્ષણ જ્યોત પ્રજ્વલિત રાખનાર કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુરુવંદના સ્નેહ મિલન સમારોહ 2025 યોજાયો

સરકારી અધ્યયન મંદિર ધ્રોલ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ના પૂર્વ તાલીમાર્થી સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો જેના માર્ગદર્શક તરીકે પ્રફુલ્લ બા જાડેજા અને કન્વીનર તરીકે ચંદ્રકાંત ખાખરીયા તેમજ આયોજક સમિતિમાં સભ્ય તરીકે પરેશભાઈ અજુડિયા, રાજેશભાઈ ભેંસદડિયા, અમિતભાઈ સોની, વિમલભાઈ નકુમ, ડેનિશભાઈ ઘેટીયા અને ચિરાગ સચાણિયા જોડાયા અને સમગ્ર કાર્યક્રમની સફળતામાં ડાયેટ જામનગરના સ્ટાફે પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ (1960-1995) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર (1995-2015)માં પી.ટી.સી. તાલીમ પ્રાપ્ત કરેલા 250થી વધુ પૂર્વ તાલીમાર્થીઓ એકઠા થયા. આ તાલીમાર્થીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. તેઓએ પોતાના તત્કાલીન પ્રાધ્યાપકોને મળીને આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી, ગુરુવંદના કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
આ કાર્યક્રમમાં રાજકોટ ડી.પી.ઇ.ઓ. શ્રી દીક્ષિતભાઈ પટેલ, ડી.પી.ઇ.ઓ. જામનગર શ્રી વિપુલભાઈ મહેતા, ડી.પી.ઇ.ઓ. દેવભૂમિ દ્વારકા શ્રી મધુબહેન ભટ્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ફાલ્ગુનીબહેન પટેલ હાજર

કાર્યક્રમ:

  • તા. 29-03-2025 શનિવારે રાત્રે 9:30 કલાકે લોક ડાયરો માણ્યો જેનું સફળ સંચાલન હરીદેવ ગઢવી સુંદર રીતે કર્યું. આ ડાયરામાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સહ પરિવાર હાજરી આપી અને બધા સાથે ડાયરો માણ્યો. અંતે સૌ પૂર્વ તાલીમાર્થી મિત્રોએ ગરબા રમીને ખૂબ મજા કરી.
  • તા. 30-03-2025 સવારે 10:00 કલાકે ગુરુવંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અધ્યક્ષ તરીકે હાજરી આપી. તેમણે પોતાના જૂના દિવસોની યાદો તાજી કરી જેમાં પોતાના પી.ટી.સી. ના સંસ્મરણ સંભાર્યા તથા પોતાની જીવનયાત્રા અંગે મુક્ત મને વાતો સૌ મિત્રો સાથે કરી અને પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિશેષમાં તેઓએ જણાવ્યું કે પી.ટી.સી કર્યા પછી પોતે જાહેર જીવનમાં રાજકારણમાં સફળતાના શિખરો સર કર્યા પરંતુ પોતે શિક્ષક ન બની શક્ય તેનો અફસોસ હંમેશા રહે છે પરંતુ તેઓએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તાલીમી સંસ્થાઓ સ્થાપીને પોતાની અંદરના એક શિક્ષકને જીવંત રાખ્યો છે.
  • આ તકે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પૂર્વ તાલીમાર્થીનું સન્માન પણ કરાયું જેમાં સાત વખત ધારાસભ્ય પદ અને પાંચ વખત મંત્રીપદ શોભાવનાર શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વર્ગ-1 ની જવાબદારી સંભાળતા શ્રી દીક્ષિતભાઈ પટેલ, વર્ષ 2024 માં રાજ્યપાલ હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર શ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા તેમજ વિમલભાઈ પરસોત્તમભાઈ નકુમ કે જેઓએ 2018માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને ચિત્રકૂટ એવોર્ડ ઉપરાંત 2017 માં સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ મેળવ્યો છે તેઓનું સૌએ ખેસ અને મોમેન્ટો આપી સન્માન કર્યું.
  • વર્ષ 1960 થી 2015 સુધીના પૂર્વ પ્રાચાર્ય અને પ્રાધ્યાપકોમાં શ્રી આર. એચ. ચૌહાણ, શ્રી રતિલાલ લિખિયા, ડો. એ. આર. ભરડા, શ્રી એમ. બી. પટેલ, શ્રી જે. ટી ઉપાધ્યાય, શ્રી કે. વી. ચાવડા, શ્રી જાગૃતિબેન ભટ્ટ, શ્રી ખ્યાતિબેન કચ્છી, શ્રી લિનાબેન ઉપાધ્યાય, શ્રી નિરાલીબેન જોષી, શ્રી જી. જી. પરમાર, ડો. પ્રફુલ્લાબા જાડેજા અને શ્રી જી. એન પોંકિયાનું તેઓના પૂર્વ તાલીમાર્થીઓએ વંદના કરી અને શાલ તથા મોમેન્ટો આપી સન્માન કર્યું અને તેઓએ પોતાના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા.
  • બપોરે 1:00 કલાકે સૌએ સાથે પ્રીતિભોજન માણ્યું.
  • ત્યારબાદ ડાયેટ, જામનગરના મેદાનમાં એક વટવૃક્ષ વાવવાની વિધિ યોજાઈ, જેમાં એક વડલાનું વૃક્ષ વાવવામાં આવ્યું.
  • અંતે, સૌ પૂર્વ પ્રાધ્યાપકો તરફથી તમામ તાલીમાર્થીઓને એક પ્રતિક યાદગીરી રૂપે ચાંદીનું બીલીપત્ર અર્પણ કરાયું અને સૌ મીઠી યાદોનું સંભારણું અને ખુશી સમેટીને ફરી જલ્દી મળવાના આયોજન સાથે વિદાય લીધી.

Related posts

સુશાસન સપ્તાહ વિશેષ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ

samaysandeshnews

કચ્છ : ૧૮ મે, આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ – ૨૦૨૩

cradmin

રાજ્યની SOUની રેલવે લાઈનમાં પહેલા વરસાદમાં 22જગ્યાએ ધસી પડી માટી, જુઓ વીડિયો

cradmin

Leave a Comment

error: Content is protected !!