Samay Sandesh News
કચ્છગુજરાત

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને આગામી બોર્ડની પરીક્ષાને લઇને સમીક્ષા બેઠક યોજાઇ

શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને આગામી બોર્ડની પરીક્ષાને લઇને સમીક્ષા બેઠક યોજાઇ

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે કચ્છ ભૂજ ખાતે ઓનલાઇન સમીક્ષા

આગામી ૨૮મી માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન

ભુજ,સોમવાર; આગામી તા.૨૮મી માર્ચથી ૧૨મી એપ્રિલ ૨૦૨૨ સુધી યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષાના આયોજનના ભાગરૂપે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કચ્છ ભૂજ ખાતે સમીક્ષા બેઠક મળી હતી તેમાં મુખ્યત્વે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીની સુવિધા, વિદ્યાર્થીની સંખ્યા, બ્લોકની વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્રો ખાતે કાયદાની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની અંતરે ઝેરોક્ષોની દુકાનો ઉપર પ્રતિબંધ અને કેન્દ્ર સ્થળમાં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ અંગેના જાહેરનામા, વિદ્યાર્થીઓ માટે વાહનવ્યવહારની સગવડો ની બાબત અને વીજ પુરવઠાની વ્યવસ્થા વગેરે બાબતો ઉપર ચર્ચા થઈ હતી.

આ તકે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓની વ્યવસ્થા અંગે ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે “વિદ્યાર્થીઓની અંદર ડર ન રહે અને તેઓ ચિંતાથી દૂર રહે તે માટે તેમને શુભેચ્છા પત્રક આપવામાં આવશે. ‘જીવન આસ્થા’ વેબસાઈટ બાળકો અને વાલીઓ જુવે અને જાણે તેમાં બધીજ સમજૂતી આપવામાં આવી છે તેનો ઉપયોગ કરે.

વધુમાં જણાવ્યું હતું કે, જે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો છે ત્યાં પોલીસ વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવે. ગામડાંના વિદ્યાર્થીઓને કોઇ પણ વાહન વ્યવહારની અવગડતા ન થાય તે માટે પણ જિલ્લા કલેક્ટર દ્વારા બસોની વ્યવસ્થા કરવાની રહેશે અને પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ કરીને પણ વિદ્યાર્થીઓને કોઈપણ તકલીફ ન થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે

આ બેઠક્માં જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.બી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતુંકે ‘એસ.એસ.સી પરીક્ષા માટે જીલ્લામાં કુલ ૩૬ કેન્દ્રો ઉપર ૩૦૭૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને એચ.એસ.સી પરીક્ષા માં કુલ ૧૭ કેન્દ્રો ઉપર ૧૩૪૯૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે’

આ બેઠકમાં પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ, વિભાગીય નિયામક એસટી શ્રી વાય.એ.પટેલ, PGVCLના અધિક્ષક ઇજનેરશ્રી ગરવા, ઝોનલ અધિકારી બી.આર.વકિલ ઉપસ્થિત રહ્યા હતાં

Related posts

જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો

samaysandeshnews

જામનગર : જામનગરમાં લાખોટા તળાવની પાળે મનપા અને SLD ના ઉપક્રમે વર્લ્ડ મ્યુઝીક ડે ની ઉજવણી કરાઈ

cradmin

પાટણ : પાટણની કાસા હાઈસ્કૂલના શિક્ષક રાજગોપાલ મહારાજાનું ઇનોવેશન રાજ્યકક્ષાના ફેસ્ટિવલમાં પસંદગી પામ્યુ

cradmin

Leave a Comment

error: Content is protected !!